________________
જૈન મંદિરોને આશ્રયે શિલ્પ-ચિત્ર-સ્થાપત્ય-કાવ્ય અને સંગીત આ પ્રત્યેક કલાઓને પ્રોત્સાહન મળ્યું. ભારતમાં આજે ય ૩૬૦૦૦ ઉપરાંત જૈન મંદિરો વિદ્યમાન છે.
પ્રશ્નઃ જેનોએ પાષાણમાં બહુ પૈસો રેડ્યો. હવે સ્કુલો અને હોસ્પિટલો બનાવવી જોઇએ.
સમાધાન : સ્કુલો અને હોસ્પિટલો બનાવીને છેવટે તો સંસ્કારી અને સ્વસ્થ બનાવવાની વાત છે. બાળકોને સંસ્કારી બનાવવાની જવાબદારી વહન કરનાર શિક્ષકો અને રોગીઓને આરોગ્યદાન કરવાની જવાબદારી ધરાવતા વૈદ્યો-ડૉકટરો અને કંપાઉંડર-નર્સ-વોર્ડબોયમાં સેવાભાવના, નિઃસ્વાર્થ પરગજુપણુ આદિ શુભ સંસ્કાર તો જિનાલયના પ્રભાવે આવે છે. આથી જિનમંદિર તો સમાજસુરક્ષાનો પાયો છે. દેરાસર વગેરેના નિર્માણ પાછળ ધર્મભાવના જાગૃત કરવાનો આશય છે. દરેક કાળમાં મનુષ્યને શાંતિ-ધર્મભાવવિવેક-સમતા પ્રદાન કરવાનું કામ વર્ષોથી અડીખમ ઉભેલા આ જિનાલયો કરે છે. વળી જિનમંદિરની આકૃતિમાં પણ શક્તિ-ઊર્જાનો સંગ્રહ કરવાની તાકાત છે. મંદિરના ઘંટારવમાં મનુષ્યને શાંતિ અને સ્વસ્થતા અર્પવાની ક્ષમતા છે. જગતમાં અક્કડ થઇને ફરતાં માણસને નમ્રતા અને વંદનાનો ભાવ આ મંદિર શીખવાડે છે. કારીગરો અને કલાકારોની કલાને જીવંત રાખવાનું કામ મંદિરો કરે છે, અને પરંપરાએ મોક્ષનું કારણ બને છે. આથી એની ઉપેક્ષા ક્યારેય કરવા જેવી નથી.
સૌ પ્રથમ તો એને સાચવીને પછી કાળની માંગ પ્રમાણે બીજા બધા સ્થાપત્યોનાં નિર્માણનો વિચાર કરવો જોઇએ. જેનોએ ખાલી દેરાસરો જ નથી બંધાવ્યા, પ્રજાની ઉન્નતિ માટે પણ ખર્ચો કર્યો છે. આખા ભારતમાં દુકાળ પડ્યો, ત્યારે અનાજનાં ભંડારો જગડૂશાહે ખોલી નાખ્યા અને જેનોને “મહાજન' પદ મળ્યું. રાણા પ્રતાપની સામે ભામાશાહે ખજાનો ખુલ્લો મૂક્યો અને સંસ્કૃતિની રક્ષા કરી. આજે પણ ભારતભરમાં ચાલતી સેંકડો પાંજરાપોળોમાંથી અડધા ઉપરની પાંજરાપોળો જૈનો ચલાવે છે-ઠેરઠેર ખીચડીઘરો-અનુકંપાદાન-છાસ વિતરણ વગેરે કરતા, દરેક જગ્યાએ રાહત કાર્યમાં માતબર રકમનો ફાળો આપતા જૈનો માટે એવું કેમ કહેવાય કે તેઓ ફક્ત પથ્થર પાછળ જ પૈસા ખર્ચે છે? યાત્રા: ભક્તિથી મુક્તિની જ ૪૧ ડી.