________________
એવા થયા, જેમણે સ્તવનોની રચના કરીને જૈનભક્તિમાર્ગને પુષ્ટ કર્યો.
છેલ્લાં પ્રાયઃ ૭૦ વર્ષથી જિનભક્તિ માર્ગમાં એક નવી પદ્ધતિ પ્રાદુર્ભાવ પામી, જે છે “સ્તુતિ''. “હરિઝંદ' નામના છંદમાં ખૂબ મનનીય શબ્દોમાં આ સ્તુતિઓની રચના કરાતી હતી, આજે ૩૪ અતિશયોની, અરિહંતના ગુણવૈભવની વગેરેનું વર્ણન કરતી અનેક સ્તુતિઓ-વંદનાવલિઓ મળે છે. જેની ઉપર મહાત્માઓ આજે પણ પ્રવચનો ગોઠવે છે. આ પણ જેન ભક્તિમાર્ગ છે...
શ્રાવકોમાં પૂર્વના કાલથી જ પૂજા માટે ખૂબ હોંશ રહી છે. અને એમાંય પ્રભુની પૂજા મને જ મળો એ માટે દરેક શ્રાવકને ખૂબ ઉત્સાહ-ઉમંગ હોય છે. ત્યાં પ્રથમ પૂજા કોને આપવી ? એ માટે ઉછામણીનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો. જે શ્રાવક પ્રભુના ચરણે વધુને વધુ દ્રવ્ય સમર્પણ કરે તે પ્રથમ પૂજા કરે. આમ કરવાથી જિનાલયનો નિભાવ પણ નિર્વહતો, અને શ્રાવકોને લાભ મળતો. તે વખતે જેનો જિનપૂજામાં જિનાલયમાં વધુ વપરાશ થતો હતો તેવા ઘીની ઉછામણી બોલાવા લાગી. આ ઘી મણમાં બોલાતું હતું. પાછળથી “મણ'ની બોલી ઉભી રહી પરંતુ, ઘીના સ્થાને ૧ મણ ઘીના જેટલાં રૂપિયા થતા હોય, તે રૂપિયાનું સમર્પણ ચાલુ થયું.
આ ઉછામણી વિશે એક ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. ગિરનાર તીર્થ પર દીગંબર સંપ્રદાય પોતાનો હક્ક દર્શાવતો હતો. તે વખતે માંડવગઢના મંત્રી પેથડશા છ'રિપાલિત યાત્રા લઇને ત્યાં ગયા. તે જ વખતે દીગંબર સંઘ યાત્રાર્થે આવેલો. તેમને ખબર પડી તો તેઓએ દગંબર સંપ્રદાયને કહેણ મોકલ્યું કે “ઉછામણી બોલો. જે વધુ ઉછામણી બોલે એને તીર્થ મળશે'' સોનાની ઉછામણી બોલવામાં આવી એ વખતે સોનાને માટે “ધડી' માપ વપરાતું હતું. આખા દીગંબર સંપ્રદાયે મળીને ૨૫ થી ૩૦ ધડી સોનું જાહેર કર્યુ. એની સામે પેથડશા મહામંત્રીએ પ૬ ધડી સોનું જાહેર કર્યું. ઉછામણી દ્વારા તીર્થ શ્વેતામ્બર જૈન સંઘને અપાવ્યું. તીર્થ પરનું વિઘ્ન ટાળ્યું. આવો ઉછામણીની પરંપરાનો ચમત્કાર છે.
કોઇ વસ્તુની હરાજી કરતી વખતે જે બોલી બોલાય છે, તે અને ઉછામણી એકસરખા ન વિચારવા જોઇએ. ત્યાં સંસારનો ભાવ છે, દેખાડાનો
જેન ભક્તિમાર્ગ..