SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન પર ફરીથી અંગરચના ઉતારીને પ્રક્ષાલ વગેરે કરવા ન કલ્પે. એની પૂજામાં વધારો થાય, એ રીતે કરવું જોઇએ. ઘણા દેરાસરોમાં ભગવાન બધાના બાંધેલા હોય છે. જે-તે ભગવાન પર જે-તે શ્રાવક જ પ્રક્ષાલ વગેરે કરે. બીજો કોઇ કરવા જાય તો પહેલાના શ્રાવકને અસમાધિ થાય. જે ઉચિત નથી. બધા ભગવાનની બધી પૂજા બધા કરી શકે, તેથી બીજો પૂજા કરે તો દુઃખ થવું અજ્ઞાન છે. પૂજાનું ફળ જ્ઞાન છે. નવાંગી પૂજા નવ અંગે અને ૧૩ તિલકથી થવી જોઇએ. ઘણાં એક એક અંગે ૨-૪ તિલકો કરે છે, જેથી ૧૩ થી વધુ તિલકો થઇ જાય છે. તે બધી અવિધિઓ સમજવી. દેરાસરમાં આવ્યા પછી સીધું જ પૂજા કરવા ભાગવું, આ પણ ઉચિત નથી. સ્તુતિ બોલી, પ્રદક્ષિણા આપી પછી જ પૂજા વગેરે કરવા જોઇએ. આટલું કર્યા પછી હવે ભાવપૂજાનો અવસર આવે છે. ભાવપૂજા કરતાં પૂર્વે ફરીથી ત્રણ નિશીહિ બોલવી, જે કોઇપણ પ્રકારની વાતચીતાદિનો નિષેધ સૂચવે છે. ત્રણ પ્રમાર્જના, ત્રણ દિશા ત્યાગ, ત્રણ વર્ણાદિ, ત્રણ મુદ્રા અને ત્રણ પ્રણિધાન આ ભાવપૂજામાં સાચવવા. ભાવપૂજા : ચૈત્યવંદન મહાભાષ્યમાં ભાવપૂજાના=ચત્યવંદનના ૯ પ્રકારો બતાવ્યા છે. તેમાંથી વર્તમાનમાં ૩ પ્રકારે ચૈત્યવંદન પ્રચલિત છે. ૧) જઘન્ય ચૈત્યવંદનઃ ૩ પંચાંગ પ્રણિપાત વંદન (ખમાસમણ) કરી, અરિહંત ચેઇયાણ૦, અન્નત્થ૦ બોલી ૧ નવકારનો કાઉસગ્ગપાળીને નમોડતુ૦ ૧. પ્રાચીન-અર્વાચીન-સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી અર્થગંભીર સ્તુતિ કે થોય બોલી, એક ખમાસમણું દેવું. ૨) મધ્યમ ચૈત્યવંદન : ખમા, ઇચ્છા. ઇરિયાવહિયં પડિ., તસ્સ., અન્નત્થ., ચંદે સુનિમ્મલયરા સુધી ૧ લોગસ્સનો કાઉ., પ્રગટ લોગ, ૩ ખમાસમણ, ઇચ્છા-ચૈત્યવંદન કરૂં ?, સકલકુશલવલ્લી, ગુજરાતી વગેરે ભાષાનું એક ચૈત્યવંદન, જંકિંચિ૦, નમુત્યુસંવ, જાવંતિ), ખમાસમણ૦, જાવંત કેવિ સાહૂ૦, નમોડસ્તુ, પ્રાચીન પદલલિત અર્થગંભીર સ્તવન બોલવું, ન આવડે તો ઉવસગ્ગહરં સ્તોત્ર બોલવું, જયવીયરાય૦, ઊભા થઇને અરિહંત ચેઇયાણ૦, અન્નત્થ૦, ૧ નવકાર પાળીને નમોહત્ત્વ ૧ સ્તુતિ), ખમાસમણો. ૩) ઉત્કૃષ્ટ ચૈત્યવંદનઃ ૧ ખમાસમણું, ઇરિયાવ, અન્ન, તસ્સવ, ૧ લોગસ્સ ચંદેસુ, પારીને પ્રગટ લોગઇ, ત્રણ ખમાસમણ૦, ચૈત્યવંદનનાં આદેશ પૂર્વક ચૈત્યવંદન બોલી જંકિંચિ૦, નમુત્યુઘંટ, અડધા જય૦, ફરીથી દર ૭૦ જેને ભક્તિમાર્ગ...
SR No.023303
Book TitleYatra Bhaktithi Muktini
Original Sutra AuthorN/A
AuthorTirthbodhvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy