SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ખમા૦, ચૈત્ય૰, જંકિંચિત્, નમુ૦, ઊભા થઇ અરિહંત૦ અન્નત્થ૦, ૧ નવકારનો કાઉ૦ પારીને નમો૦ ૧ થોય, પછી લોગ૦ સવ્વલોએ૦, અન્ન૦ ૧ નવકારનો કાઉ પા૨ીને બીજી થોય, પછી પુખરવ૨દી, વંદણ૦, અન્નત્થ૦ ૧ નવકારનો કાઉ પા૨ીને ત્રીજી થોય, પછી સિદ્ધાણં વૈયાવચ્ચ૦, અન્ન૦ ૧ નવકા૨ પારીને નમોર્હત્॰ થોય, પછી નમુન્થુણં, પછી ઉભા થઇને ફરીથી અરિહંત૦ થી લગાવી સિદ્ધાણું૦ સુધી બીજો ચાર થોયોનો જોડો, પછી નમુ॰, જાવંતિ, ખમા૰, જાવંત∞, સ્તવન, જયવીયરાય (સેવણા આભવમખંડા સુધી), પછી ખમા૦, ચૈત્યવંદન૰, જંકિંચિત્, નમ્રુત્યુછ્યું, પૂરા જયવીય૨ાય. આમાં, જાવંતિ ચેઇયાઇં, જાવંત કેવિ સાહૂ, જયવીયરાય. આ ત્રણ પ્રણિધાનસૂત્રો મુક્તાશુક્તિ મુદ્રામાં બોલવાં. એ સિવાયના નમ્રુત્યુાં વગેરે સૂત્રો યોગમુદ્રામાં બોલવા. ઊભાં થતી વખતે જિનમુદ્રામાં રહેવું અને હાથ યોગમુદ્રામાં રાખવાં. કાયોત્સર્ગ વખતે જિનમુદ્રા રાખવી, આ મુદ્રાઓનો પણ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રભાવ પડે છે. ચૈત્યવંદનના શબ્દો-અર્થોમાં ઉપયોગ રાખવો. સાથે-સાથે જિનબિંબમાં એકાકાર થઇ જવું. पिण्डक्रियागुणगतै गम्भीरैर्विविधवर्णसंयुक्तैः । आशयविशुद्धिजनकैः, संवेगपरायणैः पुण्यैः ॥ पापनिवेदनगर्भैः, प्रणिधानपुरस्सरैर्विचित्रार्थैः । अस्खलितादिगुणयुतैः स्तोत्रैश्च महामतिग्रथितैः ।। પૂજ્ય હરિભદ્ર સૂ. મ.નાં આ શબ્દો એમ દર્શાવે છે, કે પૂજા કરતી વખતે, કે ચૈત્યવંદનમાં જે સ્તવન-સ્તુતિ-થોય કે કોઇપણ દુહા વગેરે સ્તોત્રો બોલાય. તે કેવા હોય ? ૧) શરીરનાં ૧૦૦૮ લક્ષણો વગેરે જણાવનારા ૨) ભગવાનનાપરીષહોને જીતવા વગેરે રૂપ સુંદર આચારો દર્શાવનારા ૩) આત્માના સ્વભાવરૂપ જ્ઞાનાદિગુણોનું વર્ણન કરતા ૪) ગંભીર અર્થવાળા ૫) છંદ-અલંકારથી યુક્ત ૬) શાંતરસને વ્યક્ત કરવા દ્વારા આશયને વિશુદ્ધ કરનારા ૭) પુણ્યના કારણ ૮) પોતાના પાપનું નિવેદન કરનારા ૯) અનેક પ્રકારના અર્થવાળા અને ૧૦)-બોલતી વખતે અસ્ખલિત, અમિલિત, અવ્યત્યાપ્રેડિત આ ત્રણ ગુણવાળાં. અસ્ખલિત=સ્ખલના ન થાય, વચ્ચે અટકી જવું ન પડે. યાત્રાઃ ભક્તિથી મુક્તિની ૭૧ 200 },
SR No.023303
Book TitleYatra Bhaktithi Muktini
Original Sutra AuthorN/A
AuthorTirthbodhvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy