________________
અમિલિત એક-બીજા પદો એક-બીજામાં ભળી ન જાય એ રીતે. અત્યાપ્રેરિત પહેલું પદ પછી ન બોલાય. પછીનું પદ પહેલાં ન બોલાય છે.
__ थयथुइमंगलेणं भंते जीवे किं जणयइ ? थयथुइमंगलेणं णाणदंसणचरित्तबोहिलाभं जणयइ, नाणदंसणचस्तिबोहिलाभसंपन्ने य जीवे अंतकिरिय-कप्पविमाणोववत्तियं आराहणं आराहेइ ।
ત્તરાધ્યયન સૂત્ર અધ્ય.૨૯ સૂ.૧૪ “હે ભગવાન ! સ્તવ-સ્તુતિ-મંગલ દ્વારા જીવ શું મેળવે છે ?” સ્તવસ્તુતિમંગલ દ્વારા જીવ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને બોધિના લાભને મેળવે છે. “જ્ઞાન-દર્શન-ચારિત્ર અને બોધિથી સંપન્ન એ જીવ મોક્ષમાં જાય અથવા વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય, એવી આરાધનાને આરાધે છે.” આ ગૌતમ સ્વામીજી અને પ્રભુવીરનો સંવાદ ભાવપૂજાની મહત્તા જણાવે છે.
મંત્રજાપ-ધ્યાન-ત્રણ અવસ્થાની ભાવના આ બધું જ ભાવપૂજામાં જ સમાવેશ પામે છે. આપણી ભાવપૂજા વર્તમાનમાં ચૈત્યવંદન-સ્તવનના ગાન પૂરતી જ સીમિત થઇ ગઇ છે. જાપ અને ધ્યાનનો એમાં સમાવેશ જ નથી થતો. હકીકતમાં અમુક મતે જિનાલય અને જિનપ્રતિમાનો પ્રાણ પુષ્ટ કરવાના બે માધ્યમો છે. ક્યાં તો દરરોજ ઘીથી લચપચ નૈવેદ્ય ધરવામાં આવે, ક્યાં તો કોઇ યોગી પુરૂષ દ્વારા ધ્યાન ધરવામાં આવે.
અહીં જોવા જઇએ, તો નમસ્કાર મહામંત્ર, જે-તે ભગવાન હોય તેમના નામરૂપ મંત્રનો જાપ ભગવાનની સમક્ષ ગણવો તેને જાપ કહે છે, અને ભગવાનના આલંબને તેમના સ્વરૂપમાં લીન થવું તેને ધ્યાન કહે છે. ભગવાનની ત્રણ અવસ્થાઓ વિચારવી, એ ધ્યાનનો પ્રકાર છે. આ માટે મંદિરમાં જાપ અને ધ્યાનને અનુકૂળ વાતાવરણ હોવું જરૂરી છે. સ્તવન ગાતી વખતે, આવતાં જતાં કોઇને અંતરાય ન પડે, એનો વિવેક રાખવો જરૂરી છે. સ્નાત્રપૂજા વગેરે સામૂહિક અનુષ્ઠાનો જિનાલયની બહારના મંડપમાં ઉજવાય તો વધુ સારૂ. જિનાલયની અંદર એટલી શાંતિ, વ્યવસ્થિતતા અને લયબદ્ધતા હોવી જોઇએ કે આવનાર સાધકને ધ્યાન લાગતા વાર ન લાગે, લાગેલા ધ્યાનમાં કોઇ અવરોધ ન થાય.
સામાન્યથી નિયમ એવો છે, કે જે ભગવાનની નિશ્રામાં આપણે જીવતાં હોઇએ, એ ભગવાનનો ૧૦૮ વાર જાપ કરવો જોઇએ. તે જાપ માટે માળા એક પોતાની અલગ જ રાખવી. જાપ કરતી વખતે ઉનના વસ્ત્રનો (કટાસણું)
જૈન ભક્તિમાર્ગ..