________________
બેસવા માટે ઉપયોગ કરવો. ભગવાનમાં એકાકાર બની જવું. આજે સાથિયો રચતા અનેક ભાવિકો દેરાસરમાં જોવા મળે છે, પરંતુ જાપ કરતા ભાવિકો વિશેષ દેખાતા નથી.
આ રીતે દરરોજ ભગવાનના આલંબને કોઇને કોઇ ધ્યાન કરવું. ભગવાનના અપ્રતિમ રૂપની વિચારણા કરવી. ભગવાનના પ્રાતિહાર્યની ભાવના કરવી. ભગવાનનાં સમવસરણની વિચારણા કરવી. ક્યારેક ભાવથી જ ભગવાનના ચરણોમાં બેસી ક્ષીરોદધિના જલ વડે, નંદનવનના પુષ્પો વડે, પદ્મદ્રહ સરોવરમાં રહેલા કમલના કુલો વડે ભગવાનની ભાવથી ભક્તિ કરવી. ભગવાનના ૩૪ અતિશયોમાં અનેક અતિશયોની દરરોજ ભાવના કરવી. અનંતજ્ઞાનઅનંતદર્શન-અનંતચારિત્ર-અનંતવીર્યરૂપ અનંત ચતુષ્ટયની વિભાવના કરવી. ધ્યાન કરવાથી પ્રતિમાજીનો પ્રાણ પણ પુષ્ટ બને છે, અને ધ્યાન કરનારનો પણ મોક્ષ નિકટ બને છે.
આ રીતે સર્વ વિધિ યથાયોગ્ય સાચવી, અંતે ઘંટનાદ કરવો. ભગવાનને પૂંઠ ન પડે, એ રીતે બહાર નીકળવું.
પ્રાસંગિક પૂજા પ્રાસંગિક પૂજાઓની અંતર્ગત સ્નાત્રપૂજા (અભિષેક મહોત્સવ) આવે છે તથા મહાપૂજા-દેવભવનનો દેવલોક જેવો શણગાર પૂરવો.
મહાપૂજામાં જાતજાતના પુષ્પોની રચનાઓ, રંગોળીઓ, દીવડાંઓ, વિશિષ્ટ અંગરચના દ્વારા ભગવાનની અને આખા જિનાલયની શોભા કરવી. ઠાઠમાઠ અને શણગાર કરવા, જેથી આખા દેરાસરનો પ્રાણ પુષ્ટ બને અને જોવા આવવાથી અનેક ભાવિકોને સમ્યકત્વની પ્રાપ્તિ થાય, અનેકોનું સમ્યગ્દર્શન નિર્મળ થાય, યાવત્ મોક્ષ સુધીની પ્રાપ્તિનું પણ તે મહાન આલંબન બને. આજે આ મહાપૂજામાં પ્રદર્શન જેવું પણ ગોઠવી શકાય. જાતજાતની લાકડાકપડાં વગેરેની રચનાઓ દ્વારા જૈનધર્મના તત્ત્વજ્ઞાન-સામાયિક વગેરે આચારોને લોકોના દિલમાં વસાવવા જોઇએ. આ પણ એક મહાપૂજાનો જ પ્રકાર છે.
સૌથી જૂની પૂજા સ્નાત્રપૂજા છે. જોકે હમણાં જે સ્નાત્રપૂજા ભણાવવામાં આવે છે તે વીરવિજયજી મ. રચેલી છે. પરંતુ, એની પહેલેથી જ સ્નાત્ર પૂજાનો વિધિ પ્રચલિત છે. પ્રાચીન વિધિ પ્રમાણે દર વર્ષે-પર્વ દિવસોમાં ગીત-વાજિંત્રની
યાત્રા: ભક્તિથી મુક્તિની
૭૩
2.