________________
ખ્યાલ ન હોવાથી બધાં આજે એ પાટલીની પણ પૂજા કરે છે.
અષ્ટમંગલનું આલેખન ભૂલાઇ ગયું, માત્ર સ્વસ્તિક અથવા નંદ્યાવર્ત નામનાં બે મંગળો આલેખવાની પ્રથા ઊભી રહી.
આજે નીચે સ્વસ્તિક અથવા નન્દાવર્ત આલેખી, ઉ૫૨ દર્શન-જ્ઞાનચારિત્રની આરાધના રૂપ ત્રણ ઢગલી રચી ઉ૫૨ સિદ્ધશિલાનો આકાર રચવામાં આવે છે. સિદ્ધશિલાનો આકાર અષ્ટમીના ચન્દ્ર જેવો અને ઉપર પાતળી લીટી, આ રીતે રચવો જોઇએ. એ જ અસલ આકાર છે. કોઇ બીજના ચંદ્ર જેવો અને વચ્ચે ગોળાકાર બિંદી રચે છે જે સિદ્ધશિલાનો ચોક્કસ આકાર નથી. આ વખતે પણ ભાવવાહી દુહાનો પાઠ અથવા સ્મરણ રાખવું.
પછી નૈવેદ્યપૂજામાં ભગવાનને ઉત્તમોત્તમ ઘીથી લચપચ, સોડમ ભરપૂર મીઠાઇ આદિ રૂપ નૈવેદ્ય ધરાવી તે સાથિયા ૫૨ સ્થાપિત કરાય છે. અને ફળપૂજામાં ઋતુ-જન્ય ભક્ષ્ય ફળ ધરાવી તેને સિદ્ધશિલા પર મૂકવામાં આવે છે. નૈવેદ્ય-ફલપૂજાના સુંદર દુહાનો આ વખતે પાઠ કરાય છે. નૈવેદ્યપૂજાથી અણ્ણાહારી પદની માંગણી કરાય છે અને ફળ પૂજા દ્વારા મોક્ષફળના દાનની પ્રાર્થના કરાય છે.
આ પછી નૃત્યપૂજાના એક સ્વરૂપ તરીકે ચામરપૂજા થાય છે. દર્પણપૂજામાં પ્રભુનું મુખ દર્પણમાં ઝીલવાનું છે અને દર્પણને હૃદય ઉપર ધારણ કરવાનું છે, હૃદયની બાજુમાં નહીં. જેથી પ્રભુ મારાં હૃદયમાં પધાર્યા એ ભાવના કરવાની છે. પછી વીંઝણો નાંખવાના ભાવથી કપડાનો વીંઝણો-પંખો ધરવાનો છે. આજે પંખો ધાતુનો હોય છે. પંખો હકીકતમાં હવા માટે હોય છે. ધાતુના પંખાથી હવા ન આવે, એ સામાન્ય વાત છે. માટે પંખો કપડાનો હોય એ વધુ સંગત છે. દર્પણ અને-પંખાની પૂજા સાથે નથી ક૨વાની. ૫૬ દિકુમારિકાઓએ આ પૂજા અલગ અલગ કરી હતી. આ પૂજા અલગ અલગ જ છે, માટે અલગ જ કરવી જોઇએ.
ઉપરોક્ત વિધિમાં ભગવાનના પગ પકડવાના, ખોળામાં માથું મૂકવાનું, ભગવાનના ગાલે હાથ ફેરવવાનો, આવો વિધિ ક્યાંય આવતો નથી. માટે એ બધો અવિધિ જ સમજવો. રાજાની પાસે જઇએ તો વિવેક અને વિનય સાચવતાં હોઇએ છીએ, એમ ભગવાનનું પણ ઔચિત્ય સાચવવું જોઇએ. આવો અવિવેક ન શોભે. (શું રાજાનાં ખોળામાં માથું મૂકાય ? ગાલે સ્પર્શ કરાય ?)
પૂર્વે કહ્યું તેમ જો કોઇએ ભગવાનની વિશેષ પૂજા કરી હોય, તો તે યાત્રાઃ ભક્તિથી મુક્તિની
૬૯
2.