________________
બીડેલા કમલના ડોડા જેવો હાથનો આકાર) યોગમુદ્રાને ધારણ કરી ડગલે
પગલે જીવરક્ષાના ઉપયોગવાળો ત્રણ પ્રદક્ષિણા આપે. જો પ્રદક્ષિણા આપી
શકાય એમ ન હોય (ભમતી ન હોય) પણ પ્રદક્ષિણાના ભાવને ન મૂકે. અર્થાત્
ભાવથી પ્રદક્ષિણા આપે.
પછી નિસીહી બોલીને જિનમંડપમાં પ્રવેશ કરી, ત્રણ ખમાસમણપંચાંગ પ્રણિપાત કરે. પછી મુખકોશ બાંધીને જિનપ્રતિમા ૫૨ લાગેલા નિર્માલ્યને મોરપીંછીથી સાફ કરે. પછી ભગવાનની પ્રમાર્જના કરે અથવા કરાવે. ત્યારબાદ જિનપૂજા કરે.
હવે પૂર્વે કોઇએ વૈભવથી પૂજા કરીજ હોય, તો એને સાફ કરવાને બદલે બિંબ વધુ શોભાવાળું બને તેમ કરે. મૂળનાયક પ્રભુને વિશેષથી પૂજવા. કારણ કે સૌની નજર પહેલાં ત્યાંજ પડતી હોય છે.
પૂજાનાં ત્રણ પ્રકાર અનેક રીતે પડે છે. (૧) અંગપૂજા (૨) આમિષપૂજા (૩) સ્તુતિ સ્તોત્ર પૂજા.
અંગપૂજા : મુખકોશ બાંધીને ભગવાનના ગભારામાં જઇ વસ્ત્ર અર્પણ, અલંકાર અર્પણ, વિલેપન, સુગંધી ચૂર્ણાદિ અર્પણ અને ધૂપ તથા પુષ્પો વડે પ્રભુની અંગપૂજા કરવી. ગભારામાં વાતચીત, શરીરને ખંજવાળવું વગેરે કોઇપણ શારીરિક ચેષ્ટાનો ત્યાગ કરવો.
પ્રક્ષાલ પૂજાનો વિધિ છે કે, ઘી-દૂધ-દહીં-સુગંધી જળ આદિથી ભગવાનની સ્નાનપૂજારૂપ અંગપૂજા પણ કરે. (અલગ શ્લોક મૂક્યો હોવાથી દરરોજ ન પણ કરે.) પર્વ દિવસોમાં ગીત-વાજિંત્ર સાથે ઠાઠમાઠથી શાસનપ્રભાવના કરનારી પ્રક્ષાલ પૂજા કરે. આવી અંગપૂજા જાતે કરવી. તાકાત ન હોય, તો તેની ભાવના તો અવશ્ય ભાવવી.
આમિષ પૂજા :- આમિષ પૂજામાં પાંચે'ય વર્ણનો સ્વસ્તિક રચવો (વિવિધ ધાન્યોથી). વિવિધ ફળો, ભક્ષ્ય વસ્તુઓ ધરવી, પૂજન સામગ્રી મૂકવી. આ આમિષપૂજા છે. ગીત-નૃત્ય-વાજિંત્ર-લૂણ ઉતારવું, જલપાત્ર ધરવું, આરતી કરવી. આ બધાનો સમાવેશ પણ આમિષ-પૂજામાં જ થાય છે. (અર્થાત્ આ બધું પણ યથાશક્તિ કરે).
સ્તુતિ પૂજા :- સ્તુતિપૂજામાં યોગ્ય સ્થાને કોઇને ચૈત્યવંદનામાં અંતરાય ન પડે એ રીતે ઉભા રહીને ભગવાનના સ્તોત્રો બોલવા તે સ્તોત્રપૂજા. આ
૬૦ $ ),
જૈન ભક્તિમાર્ગ...