SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાનો સાધુ-સાધ્વીને પણ અધિકાર છે. માટેજ સાધુ-સાધ્વીજી ભગવંતો પણ અનેક સ્વરચિત કે પૂર્વ મહાત્માઓ વિરચિત સ્તુતિ-સ્તોત્રો દ્વારા પૂજા કરે છે. આ સ્તોત્ર ગંભીર અર્થવાળા, ભક્તિભાવનાથી છલકાતા હોવા જોઇએ. જેનશાસનમાં શ્રી સત્યવિજય પંન્યાસથી માંડીને ૧૦૦-૧૫૦ વર્ષના ગાળામાં અનેક વિદ્વાનું મહાત્માઓએ લોકભોગ્ય ભાષામાં અતિગંભીર સ્તોત્રો-સ્તવનોની રચના કરી છે. તેવા સ્તોત્રો બોલવા, અર્વાચીન જે સ્તવનોની નીચે પ્રાચીન મહાત્માઓના નામ લખી દેવામાં આવ્યા હોય, તેવા સ્તવનો ન બોલવા જોઇએ. એ સાંજના ભાવના વગેરેમાં બોલી શકાય. શ્રી પૂજા ષોડશકમાં અન્ય રીતે ૩ પ્રકારની પૂજા બતાવી છે. ૧) પંચોપચારી ૨) અષ્ટોપચારી, ૩) સર્વોપચારી. આમાં, પુષ્પ, અક્ષત, ગંધ, ધૂપ અને દીપક આ પાંચથી થતી પૂજા એ પંચોપચારી છે. આ પાંચની પૂજાની સાથે ફળ, જલ અને નૈવેદ્ય સમર્પણ દ્વારા અષ્ટોપચાર પૂજા થાય છે. તથા પર્વ વગેરે દિવસોમાં સ્નાન, અર્ચન, નૃત્ય, ગીત વગેરે દ્વારા જે કરાય, તે સર્વોપચાર પૂજા. અમુક પૂજા કાયયોગની પ્રધાનતાવાળી, અમુક વચનયોગની પ્રધાનતાવાળી અને અમુક મનોયોગની પ્રધાનતાવાળી છે. પહેલીમાં સ્વયં કરે, બીજીમાં મંગાવે એટલે કે કરાવે અને ત્રીજીમાં ત્રણ લોકમાં જે સુંદર વસ્તુઓ હોય તે મનથી જ સંપાદિત કરી, પૂજા કરે. આમાં પહેલી પૂજાને વિનોપશમની કહે છે, બીજીને અભ્યદયકારણી કહે છે, અને ત્રીજીને નિર્વાણકારણી કહે છે. વર્તમાનકાળમાં અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા એ રીતે ત્રણ પ્રકારની પૂજા શ્રી ચૈત્યવંદન ભાષ્યનાં આધારે ગણવામાં આવે છે અને આચાર્ય ભગવંતો અંગપૂજાને વિનોપશમની, અગ્રપૂજાને અભ્યદયસાધની અને ભાવપૂજાને નિર્વાણ સાધની એમ વિભાગો પાડે છે.) જો દરરોજ સર્વે પ્રકારની પૂજા થઈ શકે એમ ન હોય, તો પણ શક્ય એટલી (અક્ષત મૂકવા વગેરે રૂપ) પૂજા કાયમ કરવી જ જોઇએ. આમ પૂજા કર્યા પછી જિનની પિંડસ્થ-પદસ્થ અને રૂપાતીત આ ત્રણ અવસ્થાને વિચારવી. ભગવાન પર નજર સ્થિર કરી પિંડી અવસ્થા એટલે જન્મ, રાજ્ય અને છઘી (સાધના) અવસ્થા, પદસ્થ અવસ્થા એટલે કેવલજ્ઞાનીની અવસ્થા, રૂપાતીત અવસ્થા એટલે મોક્ષાવસ્થા ચિંતવવી. પિંડસ્થમાં યાત્રાઃ ભક્તિથી મુક્તિની એ ૬૧ ર
SR No.023303
Book TitleYatra Bhaktithi Muktini
Original Sutra AuthorN/A
AuthorTirthbodhvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy