________________
મહોત્સવ અને મહાપૂજા આ બન્ને શ્રાવકે કરવાના વાર્ષિક ૧૧ કર્તવ્યોમાં આવે છે. તેથી આ બન્ને વર્ષમાં એકવાર અવશ્ય કરવા જ જોઇએ.
યાત્રા ત્રિક : ૧) રથયાત્રા : રથ દ્વારા જે યાત્રા હોય. જે યાત્રામાં રથની મુખ્યતા હોય તે રથયાત્રા કહેવાય છે. આમાં રથમાં પ્રભુજીની પ્રતિમા પધરાવવામાં આવે છે. તે રથને શ્રાવકો જ ખેંચે છે અને રથની પાછળ શ્રાવકશ્રાવિકા વગેરે ચાલે છે. આજે આ “ભગવાનનો વરઘોડો' કહેવાય છે. હકીકતમાં વરઘોડો સંસારીઓનો લગ્ન વખતે થાય છે. ભગવાનની રથયાત્રા નીકળે છે.
રથયાત્રાનો વિધિ અતિશય પ્રાચીન છે. ૯૦૦ વર્ષ પૂર્વે થયેલા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના ત્રિષષ્ઠિ-શલાકા-પુરૂષ-ચરિત્ર નામના ગ્રંથમાં આ વિધિ આલેખાયેલો છે.
આજે રથને યાત્રામાં મધ્યમાં રખાય છે. મોખરે ગુરૂ ભગવંતો, પછી શ્રાવકો, વચ્ચે રથ પાછળ સાધ્વીજીઓ અને એની પાછળ શ્રાવિકાઓ આ રીતે યાત્રા નીકળે છે. આ યાત્રામાં જાતજાતની મંડળીઓ, વાદ્યકારો, હાથીઓ ઘોડાઓ, સૈનિકો, જાતજાતની રચનાઓ દ્વારા બધી શોભા વધારવી જોઇએ.
પ્રણાલિકા મુજબ રથયાત્રામાં મોખરે શ્રી ઇન્દ્રધ્વજા ચાલતી હોય છે. તીર્થંકર પ્રભુ વિચરતાં હોય, ત્યારે તેમની આગળ ઇન્દ્ર ધજા વિદુર્વે છે. જે એમની વિજયગાથા ગાતી હોય છે. એનાં અનુકરણ સ્વરૂપે આજે આ ઇન્દ્રધ્વજા રખાય છે. કલક્તા જૈન સંઘની ઇન્દ્રધ્વજા ખૂબ વખણાય છે. ત્યારબાદ બીજી મહત્ત્વની વસ્તુ છે રથ, જે ચાંદીનો ઉત્તમ કલાકારીગરીવાળો હોય છે. પછી બીજી વિશેષ મહત્ત્વની વસ્તુ છે-ધારાવાહી, જેનો અસલ શબ્દ “ધારાવળી” હશે. ભગવાનનાં સ્નાત્રાભિષેકનું જે ન્ડવણજળ હોય, તેનાથી જ્યાં જ્યાં વરઘોડો ફરે, ત્યાં ત્યાં અખંડ ધારા પાડવી આ ધારાવાહી કહે છે. આ ધારાવાહી
જ્યાં જ્યાં પડે છે, ત્યાં ત્યાં તેના પ્રભાવથી રોગ-ઉપદ્રવો નાશ પામે છે. એવા દાખલાઓ મળે છે, કે કોઇ એક વખતે આ ધારાવાહીનું કામ કોઇ કામદાર માણસોને સોંપવામાં આવ્યું, તેઓ અડધા ગામમાં ફર્યા પણ છેલ્લે કંટાળી જવાથી અડધા ગામમાંથી નીકળી ગયા. ૧૫ દિવસે ગામમાં આગ લાગી. જે જગ્યાએ ધારાવળીનો છંટકાવ હતો, ત્યાં કાંઇ ન થયું. જે જગ્યાએ છંટકાવ ન હતો ત્યાં આગમાં બધું ભસ્મીભૂત થઇ ગયું. ત્યાં સુધી, કે જે ઘરની વચ્ચેથી યાત્રઃ ભક્તિથી મુક્તિની પોસ્ટર