________________
પ્રકરણ-૧૧
જિનબિંબ પ્રતિષ્ઠા વિધાન છે
આ રીતે વિધિપૂર્વક નિર્માણ પામેલા જિનબિંબની ૧૦ દિવસની અંદર પ્રતિષ્ઠા કરી દેવી જોઇએ આવી મર્યાદા છે.
જો કે આ પ્રાચીન વિધિ છે. વર્તમાનમાં આ મર્યાદા ચુસ્ત રીતે પછાતી જોવામાં નથી આવતી. પરંતુ સાચવવા જેવી છે. કદાચ ૧૦ દિવસમાં બિંબની પ્રતિષ્ઠા ન થાય, તો પણ ૧૦ દિવસમાં જિનાલયમાં જિનબિંબનો પ્રવેશ તો થઇ જ જાય, એવું કરવું. જિનાલય વિના જિનબિંબ ન શોભે, એમ જિનબિંબ વિના જિનાલય ન શોભે. પૂજ્ય હરિભદ્રસૂરિજી મ.ના “પ્રતિષ્ઠાવિધિ' નામનાં ષોડશકમાં જે વર્ણન મળે છે, તે મુજબ પૂર્વેનાં કાળમાં “અંજનશલાકા”નું વિધાન અલગથી પ્રચલિત નહીં હોય, એવું લાગે છે. તે વખતે પ્રતિષ્ઠા કરનારા દ્વારા જ પ્રતિષ્ઠા-પ્રાણપ્રતિષ્ઠા કરાવવામાં આવતી અને પ્રતિષ્ઠા પૂર્વે અધિવાસનાનો વિધિ થતો.
પાછળથી વિધિ બદલાઇ. સૌ પ્રથમ તો પાષાણ વગેરેથી બનાવાયેલી પ્રતિમા પર જાતજાતનાં અભિષેકાદિ વિધાનો કરાવાતા. પછી લગભગ મધ્યરાત્રિએ પવિત્ર શુદ્ધ વસ્ત્રોમાં સજ્જ થયેલા આચાર્ય ભગવંત સૌભાગ્ય મુદ્રાને ધારણ કરી, આંગળીમાં સોનાની શલાકા ધારણ કરી, શલાકાને કુંવારી કન્યા દ્વારા અનેક ઉત્તમદ્રવ્યોને ઘૂંટીને બનાવેલા અંજનમાં બોળી ભગવાનની આંખને આંજે છે. આ પ્રક્રિયા દ્વારા આચાર્ય ભગવંતો પ્રતિમામાં પ્રાણનું આરોપણ કરે છે. પછીથી એ પ્રતિમા પૂજાયોગ્ય બને છે. એવી પ્રતિમાની ૨-૪ દિવસમાં પ્રતિષ્ઠા કરવામાં આવે છે.
પાછળથી વિધિમાં હજી ઉમેરો થયો. એ મુજબ વિધિપૂર્વક નિર્મિત પ્રતિમા ઉપર પાંચેય કલ્યાણકોનું વિધાન કરવામાં આવે છે. એ પ્રતિમારૂપ ભગવાનના અવનથી માંડી નિર્વાણ સુધીના દરેક કલ્યાણકોના વિધાન થાય છે. છેલ્લે નિર્વાણ કલ્યાણકના અભિષેક કરાવીને જાણે કે ભગવાનની મોક્ષમાં સ્થાપના કરતાં હોય એમ પબાસન પર કાયમી પ્રતિષ્ઠા કરવામાં આવે છે.
*
४८
જેને ભક્તિમાર્ગ...