SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૬ નામ કરતા સ્થાપનાની બલવત્તરતા જગતનાં સર્વધર્મો સર્વ સંપ્રદાયો એકી અવાજે માને છે કે ભગવાનને પ્રાર્થના કરવાથી આપણને આંતરિક આત્મિક શાંતિ મળે છે. દુઃખ-આપત્તિઓનાં દાવાનલ વચ્ચે રક્ષણાત્મક કવચ રૂપ પરમાત્માનું નામસ્મરણ અર્થાત્ નામજિનની ભક્તિ છે. શું હિન્દુ, શું મુસલમાન, શીખ અથવા ઇસાઇ, જૈન અથવા વૈષ્ણવ, આર્ય અથવા અનાર્ય, સઘળાંને આ બાબતમાં અવિરોધ છે. આથી જ, તેઓ નામસ્મરણ રૂપ નામજિનની ભક્તિ કરવારૂપે પ્રાર્થના કરતાં જણાય છે. શ્રી પ્રતિમાશતક ગ્રંથમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા જણાવે છે, કે જેઓ નામરૂપે ઇષ્ટદેવને માનતાં હોય, તેઓ સ્થાપના રૂપે માનવાનો કેવી રીતે ઇન્કાર કરી શકે ? અર્થાત્ એમણે સ્થાપના ઇષ્ટદેવ પણ માનવાં જ જોઇએ. આથી જ જગતનાં સર્વધર્મોએ સ્થાપનાનો સ્વીકાર કર્યો છે. મૂર્તિને ન માનતાં ધર્મ તરીકે જે મુસલમાન ધર્મ પ્રસિદ્ધ છે, તેઓ પણ ધર્મસ્થાનક મસ્જિદનો વિરોધ નથી કરી શકતાં. ઇશ્વરને તેઓ નિરાકાર માને છે. તેથી તેનું ચિત્ર કે મૂર્તિ બનાવરાવતાં નથી. પરંતુ, તેઓ જ્યારે હજ કરવાં જાય છે, ત્યારે ત્યાં એક કાળા પથ્થરને ચુંબન કરી જાતને પવિત્ર માને છે. આમ માનવાનું કારણ એ છે કે ત્યારે એઓ પવિત્ર પરમાત્માનો ભાવા૨ોપ તે પથ્થરમાં કરી એને ચુંબન ક૨વાથી પરમાત્માનાં હાથને ચુંબન કરવા જેવી ધન્યતા અનુભવે છે. આ સ્થાપના જ છે. રામકૃષ્ણ પરમહંસ કાલી દેવીની મૂર્તિનાં આલંબને એનાં ધ્યાનમાં રત થવાથી અનેક યોગોની સાધનાઓની સિદ્ધિઓને મેળવી શક્યા હતા. આમ પોતપોતાના ઇષ્ટતત્ત્વની પ્રતિમાઓના ધ્યાનથી અનેક મહાત્માઓ મોક્ષને પામ્યા. ક્યા ધર્મને પ્રતિમા વગર ચાલ્યું છે ? કારણ કે બધાં જ સમજે છે કે જો ભગવાનનું નામ છે, તો ભગવાનનો આકાર પણ છે જ. જેનું નામ હોય, એનો આકાર અવશ્ય હોય જ. જો નામ પૂજ્ય હોય, તો આકાર પણ અવશ્ય પૂજ્ય જ હોય. યાત્રાઃ ભક્તિથી મુક્તિની ૨૫
SR No.023303
Book TitleYatra Bhaktithi Muktini
Original Sutra AuthorN/A
AuthorTirthbodhvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy