SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્યું છે. જો કે પાછળથી એમાં લોકોએ પોત-પોતાની રીતે ફેરફાર કર્યા છે.) તથા, જેની પાસેથી જમીન ખરીદી હોય, તેની પાસેથી અત્યંત ન્યાયનીતિપૂર્વક ઉપાર્જિત કરી હોય, અર્થાત્ જમીનના માલિકને સંતોષ આપીને ખરીદેલી હોય. અને, જે આડોશી-પાડોશીએને હેરાનગતિનું કારણ ન બનતી હોય, જમીન ખરીદવાથી આડોશી-પાડોશી કે બીજા કોઇને ઘરનો અવરજવરનો માર્ગ રોકાતો હોય, એના પશુઓની જગ્યા રોકાતી હોય, કોઇ ઝૂંપડું બાંધીને ત્યાં રહ્યું હોય, અને એને તકલીફ થવાની હોય, તો એવી જગ્યા ન લેવી. (અપવાદે પૂરતો સંતોષ આપીને લેવી.) આ ત્રણ શરતો જેને ઘટતી હોય, તેવી જગ્યા શુદ્ધભૂમિ કહેવાય. જે દેરાસર માટે ઉચિત છે. આવું એટલા માટે કહ્યું છે કે શાસ્ત્રના બહુમાનથી, શુભ ચેષ્ટાથી અને પરપીડાના ત્યાગથી જ ધર્મની સાર્થકતા થાય છે. આથી, વાસ્તુરૂપ શાસ્ત્રના બહુમાનથી, શુભ ન્યાયથી લેવારૂપ સારી ચેષ્ટાથી અને બીજાને પીડા ન થાય પરપીડાના ત્યાગથી આ ભૂમિનું સંપાદન ધર્મભૂમિના સંપાદનરૂપ બને છે. અર્થાત્ ધર્મરૂપ બને છે. એજ રીતે, જિનભવનની ભૂમિની નજીક રહેતા હોય, તેઓને પણ દાન-માન અને સત્કાર આપવા દ્વારા પ્રસન્ન અને અનુકૂળ કરવા, જેથી એમને મનમાં થાય-આ જૈનધર્મ ખૂબ સુંદર છે, જેમાં આવું સરસ ઔચિત્ય છે. આવો શુભભાવ-કુશલભાવ જો એને પ્રગટે, તો એને પણ આ ભાવસમ્યગ્દર્શનનું કારણ બને છે. આમ, આ વિધિ અવશ્ય સાચવવો જોઇએ. ૨) શુદ્ધદળઃ જેનાથી જિનાલય બને, તેવી સામગ્રી ઇંટ-પત્થર અથવા પૂર્વના સમયમાં જિનાલયો લાકડાના બનતા હતા, માટે લાકડું વગેરે પણ શુદ્ધ જોઇએ. શુદ્ધ એટલે જે તેને બનાવનારા મજૂર વર્ગ પાસેથી ઉચિત મૂલ્ય આપીને ખરીદ્યું હોય, અને લોકશાસ્ત્રમાં જણાવેલા ઉચિત વિધિ વડે તેમજ લાવતી વખતે પણ ભારવહન કરનારાઓને વધુ પીડા ન થાય, એ રીતે જે લાવવામાં આવ્યા હોય, તે કાષ્ઠ-ઇટ-પથ્થર વગેરે સર્વ સાધન-સામગ્રી શુદ્ધ કહેવાય છે. અહીં પણ ઉચિત ચેષ્ટા છે, પરપીડનનો ત્યાગ છે અને શાસ્ત્રબાહુમાન છે. આથી આ દલ શુદ્ધ બને છે. યાત્રા: ભક્તિથી મુક્તિની ૩૭ .
SR No.023303
Book TitleYatra Bhaktithi Muktini
Original Sutra AuthorN/A
AuthorTirthbodhvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy