________________
આમાં જો લાકડું લાવવું હોય, તો તે દેવતા આદિના ઉપવનમાંથી અર્થાત્ સારા ઉપવનમાંથી પ્રયત્નથી લાવેલું હોય, જે પ્રગુણ=વાંકું ન હોય સારવાળું, ખવાઇ ગયેલું ન હોય નવું હોય, અને ગાંઠ આદિ દોષોથી રહિત હોય.
વિશેષથી એ ધ્યાન રાખવું કે જિનાલય સંબંધી કાંઇપણ દલ વગેરે લાવવું-ખરીદવું-લેવા જવું આદિ સર્વ ઠેકાણે શકુનપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઇએ. શકુનનાં બે પ્રકાર છે. બાહ્યશકુનઃ પૂર્ણકલશ, દહીં, દૂર્વા-ધોનું ઘાસ, અક્ષત, માટી વિગેરે...આંતરિકશકુનઃ આત્માનો ઉત્સાહ-તત્પરતા, ગુરૂની આજ્ઞા. આ બધા આંતરશકુનને તેમજ બાહ્યશકુનને અનુસરીને કાર્ય પાર પાડવું.
૩) કારીગરોને ન ઠગવા-ઉચિત વ્યવહાર કરવો - સોમપુરા, કારીગર વગેરેને “તમે પણ જિનાલય-નિર્માણમાં સહાયક છો.” આવું કહેવા દ્વારા પ્રસન્ન રાખવા, જેથી તેઓ પણ ઉત્સાહથી કામ કરે. આ આપણા “ધર્મમિત્રો” છે. તેમને ક્યારેય ઠગવા નહીં. તેમને અવસરે અવશ્ય વેતન આપતા રહેવું. કારણ કે સારા કામમાં માયા રાખવાથી ધર્મનું ફળ મળતું નથી. માટે ઉદારતા અને સરળતા રાખવા....
૪) શુભ આશયની વૃદ્ધિઃ “આ જિનાલય એ ભક્તિ અને મોક્ષના જ માત્ર આશયથી શ્રાવકોને કરણીય છે.” આલોક-પરલોકની આશંસાથી રહિત શુદ્ધ ભાવને શુભાશય કહે છે. (જોકે આમાં પણ વિવેક છે, જે ગીતાર્થો પાસેથી જાણવા યોગ્ય છે.)
પછી દરરોજ આ જિનાલય “કેટલું થયું અને કેટલું બાકી ?” આનું જાતનિરીક્ષણ કરતા રહીને, કુશલ આશયની વૃદ્ધિ કરતા રહેવી. તે આ રીતેઅરિહંત પ્રભુનું આ જિનાલય જોઈ ઘણા ભવ્યાત્માઓ સુગતિને પામ્યા અને ઘણા પામશે. યાત્રા-સ્નાત્ર વગેરે જેટલા પણ મોક્ષપ્રાપક અનુષ્ઠાનો અહીં થયા અને થશે એ બધાનું મુખ્ય બીજ મારૂં બંધાવેલું જિનાલય બને છે, અહો ! મારા હાથે આ એક સુંદર કાર્ય થયું-આવા ભાવથી શ્રાવકે શ્રદ્ધા વધારતા રહેવી, અને ભક્તો “હું પહેલો-હું પહેલો” કરતાં ભગવાનની ભક્તિ કરે, તેમને જોઇને પણ મંદિર બંધાવનારનાં શ્રદ્ધા-શુભ-આશય પછી વધતા જ રહેવાના. આવા પ્રકારની આશયની શુદ્ધિ અને વૃદ્ધિપૂર્વક બંધાવેલું જિનાલય જૈનશાસનને માન્ય છે. આ પ્રકારે વિધિપૂર્વક બનાવેલું જિનાલય શ્રાવકને
૩૮ રાજેન ભક્તિમાર્ગ...