SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૧૩. જિન-દર્શન-પૂજન વિધિ | देवपूजा गुरूपास्तिः, स्वाध्यायः संयमस्तपः । दानश्चेति गृहस्थानां, षट्कर्माणि दिने दिने ।। શ્રાવક-ગૃહસ્થોએ રોજ છ કાર્યો કરવાં જોઇએ. દેવપૂજા, ગુરૂની ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ, અને દાન આ ષકર્મ જે રોજ આચરતા હોય તે શ્રાવક. जिनपूजनं विवेकः सत्यं शौचं सुपात्रदानं च । महीमक्रीडागारः शृङ्गारः श्रावकत्वस्य ।। જિનપૂજા, વિવેક, સત્ય, શૌચ અને સુપાત્રદાન એટલો શ્રાવકપણાનો મહિમાશાલી શૃંગાર-શણગાર છે. તત્વાર્થભાષ્યમાં સેંકડો વર્ષો પૂર્વે થઇ ગયેલા ઉમાસ્વાતિ વાચકવર્ય જણાવે છે. अभ्यर्चनादर्हतां, मनःप्रसादस्तत: समाधिश्च । तस्मादपि निःश्रेयसमतो हि तत्पूजनं न्याय्यम् ।। જિનપૂજનથી ચિત્તનિર્મળતા-પ્રસન્નતા પ્રગટે છે-તેનાથી સમાધિ મળે છે, તેનાથી મોક્ષ મળે છે, આથી પૂજા કરવી ન્યાયસંપન્ન જ છે.” શંકા : પૂજા વ્યર્થ છે. આથી બુદ્ધિમાનોએ કરવી ન જોઇએ. (૧) ભગવાનના અભિષેકાદિમાં પ્રાણહિંસા થાય છે. (૨) ભગવાન તો મોક્ષમાં જ સ્થિર થયા છે. આ પૂજા દ્વારા એમને કોઇ ઉપકાર તો થવાનો જ નથી. (૩) ભગવાન તો કૃતાર્થ જ થઇ ગયા છે, આપણે એમના માટે કાંઇ કરવાનું ન હોય. સમાધાનઃ તમારાં ત્રણેય મુદ્દાનું ટૂંકમાં સમાધાન જોઇ લ્યો. (૧) કૂવો ખોદતી વખતે ખોદનારને તરસ લાગે છે, થાક લાગે છે, શરીર પર કાદવ ચોંટે છે, પણ અંદરથી પાણી જ્યારે નીકળે, ત્યારે મેલ, થાક અને તરસ આપો-આપ છીપાઇ જાય છે. વળી લાંબાગાળા સુધીની ચિંતા મટી જાય છે. આથી પરંપરામાં કે અનુબંધથી લાભ જ થાય છે. પૂજામાં જે સ્વરૂપહિંસા છે, તે થોડી પણ નુકસાનરૂપ નથી, અનિવાર્ય અશક્યપરિહારૂપ છે. એ વિના પૂજા સિદ્ધ થતી નથી, જે વિધાનરૂપ હોય, તે સર્વથા નિર્દોષ જ હોય, દા.ત. વિધિપ્રાપ્ત નદી ઉતરવી. પૂજાનું સ્વરૂપ હિંસારૂપ નથી, ભક્તિરૂપ છે. એ કરવા જેન ભક્તિમાર્ગ..
SR No.023303
Book TitleYatra Bhaktithi Muktini
Original Sutra AuthorN/A
AuthorTirthbodhvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy