SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ આજીવિકા-વેપારધંધાને નુકસાન ન થાય, એવાં યોગ્ય કાળે પૂજા કરવી. પરંતુ અભિગ્રહ લેવો-ભાવના રાખવી કે મારે ત્રિકાળે પૂજા કરવી જ છે. તેનાથી સંજોગો અનુકૂળ થાય છે, અથવા પ્રતિકુળ સંજોગોમાંય લાભ જ થાય છે. આમાં મધ્યાહ્ન પૂજા યથાયોગ્ય સર્વોપચારવાળી વગેરે કરાય છે. પ્રાતઃપૂજા અને સાયંપૂજા યથાયોગ્ય આરતી આદિ રૂપ કરાય છે. તથા, દેરાસરમાં પુરૂષોએ ભગવાનની જમણી બાજુ અને સ્ત્રીઓએ ડાબી બાજુ રહીને દર્શન-વંદન-પૂજન આદિ કરવા. ભગવાનથી કેટલા દૂર રહેવું ? તેને અવગ્રહ કહે છે. ઓછામાં ઓછું ૯ હાથ, વધારેમાં વધારે ૬૦ હાથ (૧ હાથ એટલે દોઢ ફૂટ લગભગ થાય) ભગવાનથી દૂર રહેવું. ૧૦ થી ૫૯ હાથ દૂર રહે તો મધ્યમ અવગ્રહ કહેવાય. અવગ્રહની મર્યાદાથી અંદર જવું હોય, અર્થાત્, ૯ હાથની અંદર જવું હોય, તો નિસીહી બોલીને મુખકોશ બાંધીને પૂજાનાં વસ્ત્રો હોય ત્યારે જ જઇ શકાય છે. સાધુએ કરવાના ૭ ચૈત્યવંદન ૧) સવારના પ્રતિક્રમણમાં જગચિંતામણિનું. ૨) સવારના પ્રતિક્રમણમાં વિશાલલોચનદબંનું. ૩) દેરાસરમાં પ્રભુજીની સન્મુખ ચૈત્યવંદન. ૪) પચ્ચકખાણ પારતી વખતે જગચિંતામણિનું. ૫) વાપર્યા પછી જગચિંતામણિનું. ૬) સાંજના પ્રતિક્રમણમાં નમોસ્તુનું. ૭) સંથારા પોરસી ભણાવતી વખતે ચઉક્કસાયનું. શ્રાવકે કરવાના ૭ ચૈત્યવંદન ૧-૨) સવારના પ્રતિક્રમણમાં જગચિંતામણિ | વિશાલલોચન દલનું. ૩-૫) ત્રિકાળ દેવની વંદના વખતે ચૈત્યવંદન. ૬) સાંજના પ્રતિક્રમણમાં નમોડસ્તુનું. ૭) મુનિ પાસે સંથારાપોરસી સાંભળે ત્યારે ચઉક્કસાયનું. (અત્યારે પરંપરા મુજબ પ્રતિક્રમણ પારતીવખતે ચઉક્કસાયનું ચૈત્યવંદન કરાય છે.) ચૈત્યવંદન એ ભાવપૂજા રૂપ છે. માટે પૂજાની સાથે એની વાત કરી. પ્રાચીન કાળમાં ૯ પ્રકારના ચૈત્યવંદન પ્રચલિત હતા. વર્તમાનમાં ચૈત્યવંદનના ૩ પ્રકાર છે. જે હવે કહેવાશે. યાત્રાઃ ભક્તિથી મુક્તિની ૬૩)
SR No.023303
Book TitleYatra Bhaktithi Muktini
Original Sutra AuthorN/A
AuthorTirthbodhvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy