SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) વસ્ત્રશુદ્ધિઃ શ્રી પૂજા ષોડશકનો પમો શ્લોકાર્ધ : शुचिनात्मसंयमपरं, सितशुभवस्त्रेण वचनसारेण । આની ટીકામાં ટીકાકાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાના શબ્દો છે કે, દ્રવ્ય-ભાવ બન્ને પ્રકારના સ્નાનથી જેઓ પવિત્ર છે, અર્થાત્ દ્રવ્યથી જલ આદિ દ્વારા અને ભાવથી શુદ્ધભાવો દ્વારા જેઓ પવિત્ર હોય. તેમણે સફેદ શુભવસ્ત્રો દ્વારા અર્થાત્ સિત પદથી સફેદ વસ્ત્રો લેવા અને શુભ પદથી સફેદ સિવાયનાં પણ લાલ-પીળા વગેરે રંગના તથા રેશમી વગેરે વસ્ત્રો દ્વારા શાસ્ત્રાનુ- સારે પૂજા કરવી જોઇએ. આથી જેઓ કહે છે કે પૂજાના વસ્ત્રો ફક્ત સફેદ જ અને રેશમી જ હોવા જોઈએ એવું નથી. સફેદ સિવાયના વર્ણના અને રેશમી સિવાયની જાતિના પણ યોગ્ય વસ્ત્ર પરિધાન કરવા. અહીં એ વાત ધ્યાનમાં લેવી કે વસ્ત્રો પવિત્ર, ઉજ્જવળ-સ્વચ્છ હોવા જોઇએ, પણ બીજાના આકર્ષણનું કેન્દ્ર બને એવા જોઇએ નહીં, કેમ કે તેથી બીજાઓની પરમાત્મભક્તિમાં ખલેલ પહોંચે છે. શુદ્ધ વસ્ત્ર-ક્યારેય પૂજા સિવાય) બીજા કામમાં ન વાપરેલાં વસ્ત્ર પૂજા વખતે પહેરવા. વળી, આ વસ્ત્રો મલમલિન ન હોવા જોઇએ. શાસ્ત્રોક્ત વિધિ મુજબ તો ધોયેલા અને સુગંધી ધૂપથી વાસિત કરેલા હોવા જોઇએ. વિધિ પ્રમાણે સિલાઇવાળા વસ્ત્રો ન પહેરવા જોઇએ. પુરૂષોએ ધોતીયું-ખેસ અને બહેનોએ સાડી વગેરે યથાયોગ્ય વસ્ત્રો ધારણ કરવાનો વિધિ છે. પુરૂષોએ ૨ વસ્ત્ર, સ્ત્રીઓએ ૩ વસ્ત્ર ધારણ કરવાં. આજે દેરાસરમાં પૂજા-વસ્ત્રોની જોડનો જથ્થો રાખવામાં આવે છે. તેમજ નવકારવાળીઓ પણ રાખેલી હોય છે. પરંતુ હકીકતમાં પૂજાના વસ્ત્રો અને નવકારવાળી દરેકની પોતાની અલગ અલગ જ હોય, એ શ્રેષ્ઠ માર્ગ છે. પોતાની ઊર્જા પોતાના જ વસ્ત્રોમાં રહેવી જોઇએ. શ્રાવકે ઉત્તરાસંગ (એસ) દશીવાળો રાખવો, જેથી ભૂમિ પ્રમાર્જના કરી શકાય. તેમજ દર્શન માટેનાં વસ્ત્રો પણ શુદ્ધ અને ઉચિત હોવા જોઇએ. અભદ્ર વસ્ત્રો અને શુભ સ્થળોએ ન પહેરવા જેવા વસ્ત્રો પહેરીને દેરાસરમાં ન આવવું. (૩) મનશુદ્ધિઃ બહારથી ઘસી ઘસીને સાફ કરેલાં ઘડામાં જો અંદર અશુચિ જ પડી હોય, તો એમાં સારી વસ્તુ રાખી શકાતી નથી. એમ બહારથી યાત્રાઃ ભક્તિથી મુક્તિની પ૩) .
SR No.023303
Book TitleYatra Bhaktithi Muktini
Original Sutra AuthorN/A
AuthorTirthbodhvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy