________________
પ્રકરણ-૧૨
સાત પ્રકારની શુદ્ધિ છે.
वपुश्च वसनं चैव, मनोभूमिस्तथैव च । पूजोपकरणं न्याय्यं, द्रव्यं विधिक्रिया तथा । અંગ-વસન-મન-ભૂમિકા, પૂજોપકરણ સાર / ન્યાયદ્રવ્ય-વિધિશુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર ||
સાત પ્રકારની શુદ્ધિ યથાવિધિ નિર્મિત જિનાલયમાં યથાવિધિ નિર્મિત જિનબિંબની પ્રતિષ્ઠા કર્યા પછી તે જિનબિંબની પૂજા કરતી વખતે આ સાત શુદ્ધિ જાળવવાની હોય છે.
૧) અંગશુદ્ધિઃ શરીરને સ્વચ્છ કર્યા પછી જ ભગવાનની પૂજા થાય. શરીરને સ્નાન દ્વારા સ્વચ્છ કરવાનું હોય. સ્નાનનો વિધિ આ પ્રમાણે છે.
भूमिपेहण-जलछाणणाइ जयणा उ होइ ण्हाणाओ । एतो विसुद्धभावो, अणुहवसिद्धो च्चिय बुहाणं ||११।।
શ્રી પૂજા પંચાશકમાં સ્નાનની વિધિમાં અનેક પ્રકારની જયણા રાખવાની કહી છે. (૧) ત્રસ વગેરે જીવોની રક્ષા માટે ભૂમિ-જ્યાં સ્નાન કરવું હોય તે જગ્યા-જોઇ લેવી. (૨) પાણીમાં રહેલાં જીવોની રક્ષા માટે પાણી ગાળેલું વાપરવું. અળગણ પાણીથી સ્નાન નહીં કરવું. (૩) પાણીમાં નાખી વગેરે ન પડે તેનું ધ્યાન રાખવું. આ સિવાય (૪) નીતિ વાક્ય છે, કે સંપૂર્ણ વસ્ત્રરહિત થઇને ક્યારેય સ્નાન ન કરવું. (૫) ખપ પૂરતું જ પાણી વાપરવું. ફુવારા વગેરે માં સ્નાન કરી મોટી હિંસા ન કરવી. (૬) સ્નાનનું પાણી ગટરમાં ન જવા દેતા મોટા થાળમાં ગ્રહણ કરી ખુલ્લામાં-નિર્જીવ ભૂમિ પર પરઠવી દેવું. આ અને આવી વિશેષ જયણાપૂર્વક સ્નાન કરવાનું હોય છે.
શરીરમાં જખમમાંથી લોહી-પરૂ નીકળતું હોય તો અંગશુદ્ધિ નથી રહેતી. માટે પૂજા કરવા જવાય નહીં. તથા M.C. પીરીયડ દરમ્યાન આજ કારણે બહેનોએ પણ નિયત સમય સુધી પૂજા કરવા જવાય નહીં.
પરોઢ
જેન ભક્તિમાર્ગ...