SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૫) શ્રી આવશ્યક સૂત્રમાં લખાણ છેઃ "तत्तो य पुरिमताले, वग्गुर ईसाग अच्चए पडिमं । मल्लि जिणायण पडिमा, उण्णाए वंसि वहुगोठी ।।" ભાવાર્થ : પુરિમતાલ નગરનાં વન્ગર શ્રાવકે પ્રતિમાના પૂજન માટે મલ્લિનાથ સ્વામીનું મંદિર બનાવ્યું. ૬) શ્રી ભગવતી સૂત્ર વસમું શતક નવમા ઉદ્દેશામાં લખાણ છે : "नंदीसर दीवे समोसरणं करेइ, करेइत्ता तहिं चेइयाई वंदइ, वंदइत्ता इहमागच्छइ, इहमागच्छइत्ता इह चेइआइं वंदइ ।।" ભાવાર્થ: જંઘાચારણ વિદ્યાચારણ મુનિ શ્રી નંદીશ્વર દ્વીપમાં સમવસરણ (રોકાણ) કરે છે. ત્યાં શાશ્વત ચૈત્યો(જિનમંદિરો)ની વંદના કરે છે. વંદના કરીને અહીં ભરતક્ષેત્રમાં આવે છે. અને ચેત્યો-અશાશ્વત પ્રતિમાઓને વંદના કરે છે. ૭) શ્રી ભગવતીજી સૂત્રમાં જણાવ્યું છે કે ચમરેન્દ્ર નામે ભવનપતિનો ઇન્દ્રદેવતા ત્રણ જણાનું શરણ-આલંબન સ્વીકારી ઉપર દેવલોકમાં જાય છે. "મરિહંતે વા મરિહંતરેફયા વા ભાવિગપ્પો સTIRT ” ભાવાર્થ : અમરેન્દ્રના ત્રણ શરણ છે. (૧) અરિહંત, (૨) અરિહંતોના ચૈત્ય-પ્રતિમા. ૩) ભાવિત આત્માવાળા સાધુ. ૮) છઠ્ઠા અંગ-શાતાસૂત્રમાં દ્રોપદી શ્રાવિકાએ કઇ રીતે વિસ્તારથી ભગવાનની પૂજા કરી, તે બતાવ્યું છે. (દ્રૌપદીએ ઘર-મંદિરની પૂજા કરી, અને પછી સ્વચ્છ કપડાં પહેરી બહાર જિનમંદિરમાં ગઇ. આ પ્રમાણે આજના શ્રાવકો પણ વિધિ સાચવે છે.) . ૯) શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં એક પાઠ છે. જેનો ભાવાર્થ : (આનંદ શ્રાવક કહે છે, “હે પ્રભુ આજથી માંડી મારે અન્યતીર્થી (જેનેતર સંન્યાસી વગેરે), અન્યતીર્થીનાં દેવ (જેનેતર હરિહર આદિ) તથા અન્યતીર્થીઓથી ગ્રહણ કરાયેલા અરિહંત ચેત્યો (પ્રતિમા) અવંદનીય છે, અર્થાપત્તિથી નીકળે છે, કે જૈનગૃહીત પ્રતિમાઓ વંદનીય છે. વળી, અહીં ચૈત્ય શબ્દનો અર્થ અમુક જણા “સાધુ” કે “જ્ઞાન” એવો કરે છે, જે સંગત થતો નથી. ૧૦) શ્રી વ્યવહાર સૂત્રમાં કહ્યું છે કે સાધુ જિનપ્રતિમાની સમક્ષ પ્રાયશ્ચિત્ત લે છે. યાત્રા ભક્તિથી મુક્તિની જ છે,
SR No.023303
Book TitleYatra Bhaktithi Muktini
Original Sutra AuthorN/A
AuthorTirthbodhvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy