________________
૨૩) કોઇની સાથે વાંધો પડે તો ત્યાં ભૂખ-હડતાળ પર ઉતરવું. ૨૪) ઠઠ્ઠા-મશ્કરી કરવા.
૨૫) લંપટ, સ્ત્રી-પુરુષ-વેશ્યાના દલાલને ત્યાં બોલાવવો, આવેલો દેખાય તો વાતચીત કરવી.
૨૬) મુખકોશ વિના પૂજા કરવી.
૨૭) સ્નાન વિના મૂર્તિને અડવું. ૨૮) મલિન વસ્ત્રોમાં મૂર્તિને અડવું. ૨૯) અવિધિથી પૂજા ક૨વી.
૩૦) મન ભટકતું રાખી પૂજા કરવી.
૩૧) સચિત્ત અંદર લઇ જવું. (પૂજા માટે ચાલે.) ૩૨) ઉત્તરાસંગ વિના પૂજા કરવી. ૩૩) ભક્તિભાવથી અંજલિ ન કરવી. ૩૪) પૂજાના ઉપકરણો અશુદ્ધ રાખવા. ૩૫) પુષ્પો વગેરે હલકા વાપરવા. ૩૬) જિનમૂર્તિનો અનાદર કરવો.
૩૭) જિનેશ્વર પ્રત્યે શત્રુભાવે વર્તનારને વારવો નહીં. ૩૮) ચૈત્ય-દ્રવ્ય ભક્ષણ કરવું.
૩૯) વિનાશ પામતા ચૈત્યદ્રવ્યની ઉપેક્ષા કરવી.
૪૦) છતી શક્તિએ પૂજા, વંદન આદિમાં મંદતા કરવી.
૪૧) દેવ-દ્રવ્યના ભક્ષણ કરનારા સાથે વેપાર-મૈત્રી કરવા. ૪૨) દેવ-દ્રવ્ય ભક્ષણ કરનારને આગેવાન તરીકે ચૂંટવો, મત આપવો. આ બેંતાલીશ આશાતનાઓ મહાપાપરૂપ છે. તેથી આ બધાનો ત્યાગ કરવાનો છે.
જિનમંદિરમાં વર્જવાની ૮૪ આશાતના.
૧) બળખા નાખવા. ૨) જુગાર રમવો. ૩) કલહ કરવો. ૪) ધનુર્વેદનો અભ્યાસ કરવો. ૫) કોગળા કરવા. ૬) પાન-સોપારી ખાવા. ૭) પાન વગેરેના કૂચા ખાવા. ૮) ગાળો દેવી. ૯) ઝાડો-પેશાબ કરવા. ૧૦) નાહવું. ૧૧) વાળ
યાત્રાઃ ભક્તિથી મુક્તિની
૮૩
2