________________
૧ પરિશિષ્ટ-૧ )
જિનાલયમાં વર્જવાની (૧૦ મુખ્ય આશાતના) ૧) પાન, સોપારી ચાવવા (મોઢું ચોકખું જોઇએ.) ૨) પાણી પીવું. ૩) ભોજન કરવું. ૪) મોજડી-ચપ્પલ પહેરી જવું. ૫) કામ-ચેષ્ટા કરવી. ૬) પથારી કરવી કે સૂવું. ૭) થંક-ગળફો કાઢવો. ૮) લઘુનીતિ કરવી. ૯) વડનીતિ કરવી. ૧૦) જુગાર રમવો. આ દસ ચેષ્ટા મહાઆશાતનારૂપ છે, તેથી આ દસેયનો ત્યાગ કરવો. આમાં ૩૨ બીજા મુદ્દા ઉમેરતાં (૪૨ આશાતના.) ૧૧) કોઇ જુગાર વગેરે રમે તો એની અનુમોદના કરવી. ૧૨) પલાંઠી વાળીને બેસવું. (અર્થાત્ આરામ કરવો.) ૧૩) પગ લાંબા કરીને બેસવું. ૧૪) પરસ્પર વાદ-વિવાદ કરવો. ૧૫) કોઇની મશ્કરી કરવી. ૧૬) કોઇ રીતે અભિમાન કરવું. ૧૭) ઊંચા આસન પર બેસવું. ૧૮) વાળ ઓળવા. ૧૯) પોતાના માથે છત્ર ધારણ કરવું. ૨૦) સાથે ખગ્ન રાખવું. ૨૧) માથે મુગટ રાખવો. ૨૨) ચામર વીંઝાવવા.
*
૮૨
802.
જેને ભક્તિમાર્ગ...