________________
જિનાલયમાં “નિશીહિ નિસીહિ નિસીહિ' ૩ વાર ઉચ્ચારી પ્રવેશ કરવો. આ નિરીતિનો અર્થ છે-નિષેધ. “જિનાલયમાં પેસતાં સાંસારિક પ્રવૃત્તિઓનો નિષેધ કરું છું.” આવા સંકલ્પ સાથે આ ઉચ્ચારણ કરાય છે. પ્રવેશ કરતી વખતે ઘણા ઉંબરામાં ૩ વાર પગે લાગે છે. જે ભાવવિશેષનું કારણ હોય, તો વાંધો નથી. પરંતુ એવો કોઇ વિધિ નથી. હકીકતમાં ઉંબરામાં જે ગ્રાહ (જલચર પ્રાણી વિશેષ) મુખના બે આકાર હોય છે, તે રાગ અને દ્વેષ તરીકે કલ્પવામાં આવે છે. ભગવાનનો ભક્ત એના માથા પર પગ મૂકીને પ્રવેશ કરે છે. પ્રવેશ કરતી વખતે મૃદુ-મધુર શબ્દોથી નિસહિનો ૩ વાર પાઠ કરે છે. ત્યાર પછી ભગવાન સન્મુખ ઊભા રહી (પુરૂષે જમણી બાજુ, સ્ત્રીએ ડાબી બાજુ) કોઇને અંતરાય ન પડે એ રીતે ભાવથી પ્રાચીન સંસ્કૃત વગેરે, અર્વાચીન ગુજરાતી વગેરે ભાષામાં બનેલાં અર્થગંભીર સ્તુતિ-સ્તોત્રોનો ભાવપૂર્વક પાઠ કરવો. પછી સ્તોત્ર બોલતાં બોલતાં જ પ્રદક્ષિણા દેવી. કોઇક કહે છે, કે પહેલા પ્રદક્ષિણા આપવી, પછી સ્તુતિ બોલવી, ત્યારબાદ મુખકોશ બાંધીને ઓરસીયા પર સુખડથી કેસર ઘસવું. તે બે વાટકીમાં ભરવું. એકનો ઉપયોગ પોતાના અંગે તિલક કરવા, બીજાનો ઉપયોગ પ્રભુપૂજા કરવા. તિલકનો પણ વિધિ છે. પ્રથા પ્રમાણે પાટલા પર પદ્માસને બેસી, વાટકીમાંથી હાથમાં કેસર ગ્રહણ કરી, કપાળે, ગળે, હૃદયે, પેટે તિલક કરવા. દરેક વખતે ભાવના કરવી, કે પ્રભુની આજ્ઞાને મસ્તકે ચડાવું છું. ગળેથી પ્રભુવચનાનુસારી જ શબ્દો નીકળશે. હૃદયમાં જિનાજ્ઞા જ રમશે. પેટમાં ભક્ષ્ય વસ્તુ જ જશે, તથા ત્યાર પછી પણ બાજુબંધ, હાથકંકણ, કાન પર કર્ણિકા, આવા બધા ભૂષણો આલેખવા. પરંતુ આ પ્રથા ધીરે ધીરે વિસરાતી-બદલાતી ચાલી. આજે એક જગ્યાએ રાખેલા કેસરમાં ગોઠવેલી સળી બોળી કપાળે કે કોઇ કપાળે અને કાને તિલક કરે છે. શ્રાવકને માટે દીવા કે બદામના આકારનું મોટું તિલક અને શ્રાવિકાને માથે બિંદી આકારનું ગોળ તિલક હોવું જોઇએ. તિલક માટે અનેક યુગલોએ બલિદાન આપ્યા છે. માટે તિલક વિના જિનાલયમાં પ્રવેશ ન કરવો. શ્રાવકનું કપાળ પ્રભુના તિલક વિના શોભતું નથી.
ત્યારબાદ સૌપ્રથમ તો જિનાલયમાંથી મોટી મોરપીંછીની પંજણી વડે કાજો લેવો. આ ભક્તિ એવી છે, કે પ્રભુનો કાજો લેનારને ભવોભવમાં ક્યારેય લોકોના ઘરમાં કચરા સાફ કરવાનો અવતાર અર્થાત્ નીચકુળમાં જન્મ મળતો નથી.
ત્યારબાદ પૂજા સિવાયના તમામ કાર્યોનો ત્યાગ કરવારૂપ બીજી નિસહિ યાત્રાઃ ભક્તિથી મુક્તિની જ પત્ર