________________
ઉપસ્થિત થાય, ત્યારે ત્યારે એ ધર્મો-પર્યાયો જે ભગવાનનાં છે, તે ભગવાન મનમાં ઉપસ્થિત થાય છે.
આ વાતને ઉદાહરણથી સમજીએ. ૧૦ વર્ષનાં રાજુની મમ્મી અચાનક મૃત્યુ પામી. એને ખૂબ દુ:ખ થયું. બે વર્ષ પસાર થઇ ગયાં. રાજુ મેળામાં ગયો. ત્યાં એણે એક બેનને જોયાં. જેમણે બરાબર પોતાની મમ્મી જે સાડી પહેરતી એવી જ સાડી પહેરી હતી એ સાડી જોઇને એ રડવા લાગ્યો. એને મમ્મી યાદ આવી ગઈ.
અહીં, સાડી દ્વારા મમ્મી કેમ યાદ આવી ? કારણ કે એ સાડી મમ્મીની જેવી હતી તેવી હતી અર્થાત્ મમ્મીની હતી, અર્થાત્ મમ્મી સંબંધી હતી માટે. બસ એજ રીતે, જે નામાદિ જિન સંબંધી હોય, તેને સાંભળતા, યાદ કરતાં, તેનું ધ્યાન કરતાં કે તેની માળા ગણતાં સાક્ષાત્ અરિહંત પરમાત્માનું સ્મરણ થાય છે. આ જ વાતને સ્તવનકાર શ્રી માનવિજયજી પોતાનાં સ્તવનમાં જણાવે છે. “નામ પ્રત્યે આવી મિલે રે મન ભીતર ભગવાન” અર્થાત્ ભક્ત ભગવાનનું નામી લીધું. અને પ્રભુ એનાં મન મંદિરમાં પધારી ગયાં.
પ્રતિમાશતક' ગ્રંથમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાની આ પંક્તિઓ જોઇ લઇએ.
नामादित्रयमेव भावभगवत्ताहप्यधीकारणम् । शास्त्रात्स्वानुभवाच्च शुद्धहृदयैरिष्टं च द्रष्टं मुहुः ।। तेनाऽर्हत्प्रतिमामनादृतवतां, भावं पुरस्कुर्वताम् । अन्धानामिव दर्पणे निजमुखालोकार्थिनां का गतिः ।।
“નામાદિ ત્રણેય નિક્ષેપા ભાવ અરિહંતનાં તાદ્રષ્યની બુદ્ધિનાં કારણ છે. એમ શુદ્ધ હૃદયવાળાં ગીતાર્થ ભગવંતોએ તેને શાસ્ત્રથી અને પોતાનાં અનુભવથી માન્ય કરાવેલ છે અને અનુભવેલ છે. આથી, અરિહંતોની પ્રતિમા રૂપ સ્થાપનાનિપાનો અનાદર કરીને, જેઓ ભાવનિપાને જ માને છે. તેઓની વાત અંધ જેમ દર્પણમાં પોતાનું મુખ જોઇ ન શકે, તેમ અશક્ય અને અસત્ય સમજવી.
યાત્રાઃ ભક્તિથી મુક્તિની