SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિમાર્ગના મર્મજ્ઞ પુરૂષોએ દરેક કાળમાં જૈનભક્તિ વધુને વધુ લોકો સુધી પહોંચે એ માટેના પ્રયત્નો કર્યા. જેમ અજૈન સંત પરંપરામાં નરસિંહ મહેતા, પ્રેમાનંદ, અખાભગત, શામળાભદ્દ, મીરાં, તુલસીદાસજી વગેરે ભક્ત કવિઓએ લોકોમાં પોતાના ભગવાનની ભક્તિને ઉતારવા માટે લોકભાષામાં ભજન-ચોપાઇ-છપ્પા વગેરેની રચનાઓ કરી એમ, જૈનશાસનના પણ સાધુ ભગવંતો અને શ્રાવકો લોકમાં જૈન ભક્તિનો રંગ ઉતારવા માટે હંમેશાં તત્પર રહ્યા હતા અને તે તત્પરતા આજ દિન સુધી અખંડ ચાલી રહી છે. જૈન ભક્ત કવિઓએ પણ પૂજા-પૂજનો-રાસ-ફાગુ-છંદ-સ્તુતિ-સ્તવનસ્તોત્ર-સ્મરણ-વંદનાવલી આદિ અનેક પ્રકારનની રચનાઓ તે તે કાળની માંગ મુજબ કરી, અને જૈન ભક્તિમાર્ગને લોકોના હૃદયમાં ઉતાર્યો. આ દરેક રચના પ્રકારોમાં સૌથી પ્રાચીન રચના જો કોઇ હોય, તો તે પ્રાયઃ પૂજનની પદ્ધતિ છે. સિદ્ધચક્રયંત્ર અને એના પૂજનની વિધિ શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં આવેલા શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજાએ શ્રીપાલ અને મયણાને બતાવ્યો હતો. લગભગ એને અનુસરીને શ્રી જૈન સંઘમાં આજે અનેક પ્રકારના પૂજનો ઉપલબ્ધ છે. આ પૂજનો દ્વારા ત્રણે પ્રકારની સ્તોત્રપૂજાઅંગપૂજા અને આમિષપૂજા તથા અન્ય રીતે દ્રવ્યપૂજા અને ભાવપૂજા આ બન્ને પ્રકારની પૂજા થઇ શકે છે. ધનપાલ કવિ જેવા અનેક શ્રાવકોએ અને શ્રીમાન્ સિદ્ધસેનદિવાકરસૂરિ જેવા અનેક કવિ પૂજ્ય સાધુભગવંતો ત્થા આચાર્યભગવંતોએ સંસ્કૃતમાં અને પ્રાકૃતમાં સ્તોત્ર અને સ્મરણોની રચના કરી, અને તે-તે કાળે જૈન ભક્તિમાર્ગને પુષ્ટ કર્યો. આમાંના અનેક સ્તોત્રો ચમત્કારિક હતા. ખરતરગચ્છના આચાર્ય શ્રી જિનદત્તસૂરિજીએ અગણિત સ્તોત્રો રચીને તપાગચ્છના આચાર્ય શ્રી સોમસુંદરસૂરિજીને ભેટ ર્યા હતા. સ્તોત્રોની રચનાનું પ્રયોજન ક્યારેક કેવળ જિનભક્તિ જ હતું તો ક્યારેક સંઘની રક્ષા પણ એનું પ્રયોજન રહ્યું. પાછળથી અપભ્રંશભાષા અસ્તિત્વમાં આવી, અપભ્રંશ એટલે ગુજરાતીમારવાડી-કચ્છી-માલવી વગેરે ભાષાઓની જનેતા. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આના વ્યાકરણની રચના કરી. ત્યારબાદ તેમના શિષ્ય સમુદાયમાં રહેલા અનેક સાધુ ભગવંતોએ વિશાળ જિનભક્તિનું સાહિત્ય 2. જૈન ભક્તિમાર્ગ... ૭૮
SR No.023303
Book TitleYatra Bhaktithi Muktini
Original Sutra AuthorN/A
AuthorTirthbodhvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy