________________
જે સંઘ આવે તેને-તેને યથાશક્તિ સાતેય ક્ષેત્રમાં દાન દેવું, અનુકંપાદાન કરવું, ગામનાં સામાજિક કાર્યોમાં દાન દેવું. ૨) ઉચિત વેશભૂષા રાખવી. સ્ત્રીઓ અથવા પુરૂષોએ યોગ્ય મર્યાદાસભર વસ્ત્રો પહેરવા. પોતાનો રાગભાવ અને બીજાનો વિકાર પોષાય નહીં, એનું ધ્યાન રાખવું. ઉભટ વેશ, અપૂરતા વસ્ત્રો ધારણ ન કરવા. ૩) ગીત-વાજિંત્રનો ઉપયોગ કરવો. ભક્તિ રસને ઝીલતાં ભાવિકો ચાલતા હોય, ને ભક્તોનો સંઘ લાગે, તે ખૂબ શોભે છે અને ભાવુકોના મનમાં તીર્થકર નામકર્મના બીજ નંખાય છે. વ્યર્થ વાતચીતો, નિંદાઓમાંથી બચી જવાય છે. ૪) દરેક ગામે ગામમાં રાત્રિભાવનાઓનાટકો-નૃત્યો-રાસગરબા વગેરે અનુષ્ઠાનો થાય, આખું ગામ એમાં લાભ લે. બધાના દિલમાં ભક્તિનો રંગ જામે એમ કરવું.
આટલા બધા લાભો સંઘયાત્રા કરવાથી જ મળે છે. પરંતુ, આજે જે બસ દ્વારા યાત્રા-પ્રવાસો નીકળે છે, એમાં આવા લાભ દેખાતા નથી. ઊલ્યું, અનેક દોષો પોષાય છે. માટે, તેવા સંઘો યોજતા વિચાર કરવો. જો તેવા સંઘો કાઢો તો પણ “સંઘવી' પદને માટે યોગ્યતા મળતી નથી માટે તેવા સંઘો કાઢ્યા પછી તીર્થ-માળા પહેરવી વગેરે જરાય ઉચિત નથી.
સંઘ કાઢવાનો તથા સંઘ પત્યા પછીનો વિધિ યોગ્ય ગુરૂગમથી જાણવો. આ યાત્રા ત્રિક પણ શ્રાવકના વાર્ષિક કર્તવ્યોની અંતર્ગત છે. सुत्तभणिएण विहिणा, गिहिणा णिव्वाणमिच्छमाणेणं । तम्हा जिणाण पूया, कायव्वा अप्पमत्तेणं ॥ एक्कंपि उदगबिंदु, जह पक्खित्तं महासमुइंमिं । जायइ अक्खयमेवं, पूया जिणगुणसमुद्देसु ॥ उत्तमगुणबहुमाणो, पयमुत्तमसत्तमज्झयारंमि । उत्तमधम्मपसिद्धि, पूयाए जिणवरिंदाणं ॥
પૂજા પંચાશકના આ શ્લોકો જણાવે છે, કે મોક્ષને ઇચ્છતા ગૃહસ્થ અપ્રમત્ત રીતે જિનોની પૂજા કરવી જોઇએ. જેમ સમુદ્રમાં નાંખેલું પાણીનું એક બિંદુ અક્ષચ થઇ જાય છે, તેમ જિનપ્રભુના ગુણસમુદ્રમાં કરેલી પૂજા અક્ષય થઇ જાય છે. અર્થાત્ જિનપૂજા પૂજા કરનારને જિન બનાવે છે. જિન ભગવાનની પૂજાથી ઉત્તમોના ગુણો પ્રત્યેનું બહુમાન, ઉત્તમ જીવોની વચ્ચે સ્થિતિ, ઉત્તમ ધર્મની પ્રસિદ્ધિ આટલી વસ્તુ સહજ રીતે સિદ્ધ થાય છે. યાત્રા ભક્તિથી મુક્તિની જેમ ૭૭ .