________________
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા વીતરાગસ્તોત્રમાં કહે છે કે, "लावण्यपुण्यवपुषि, त्वयि नेत्रामृताञ्जने । મધ્યરીપિ રૌ:રાય, જિંપુનર્વેષવિપ્લવ: ||*
અર્થાત્, લાવણ્યથી પવિત્ર, આંખ માટે અમૃતનાં અંજન સમાન શીતલતા આપનારાં હે પ્રભુ ! આપને વિશે માધ્યચ્ય ભાવ કેળવવો, અર્થાત્ ઉપેક્ષાભાવ રાખવો, એ પણ દુર્ગતિનું કારણ બને છે, તો આપની પર દ્વેષનો આતંકભાવ રાખવાથી તો શું થવાનું? અર્થાત્ અવશ્ય દુર્ગતિ મળે જ એમાં શું નવાઇ?
આજથી ૯૦૦ વર્ષ પૂર્વે થઇ ચૂકેલા સુવિદિત ગીતાર્થ આચાર્ય ભગવંતની આ વાણી સાંભળી વીતરાગ જિનપ્રતિમાનાં વિરોધમાંથી અટકી જવું જોઇએ.
છેલ્લે પ્રભુપ્રતિમાની સ્તવના કરતાં બે કાવ્યો જોઇ લઇએ. नेत्रानन्दकरी भवोदधितरी, श्रेयस्तरोर्मअरी, श्रीमद्धर्ममहानरेन्द्रनगरी व्यापल्लताधूमरी | हर्षोत्कर्षशुभप्रभावलहरी, रागद्वेषान्जीत्वरी, मूर्तिः श्री जिनपुङगवस्य भवतु श्रेयस्करी देहिनाम् ।।
શ્રી જિન અરિહંત ભગવાનની નેત્રને આનંદ કરનારી, સંસારસમુદ્રને તરી જવા નૌકા સમાન, કલ્યાણ-મોક્ષરૂપી વૃક્ષને માટે મંજરી સમાન, શ્રીમાન ધર્મરાજાની નગરી સમાન, વિશેષ આપત્તિ રૂપ લતા માટે હિમપાત સમાન, હર્ષના ઉત્કર્ષના શુભ પ્રભાવના તરંગો સમાન, રાગ અને દ્વેષને જિતનારી એવી મૂર્તિ જીવોને કલ્યાણ કરનારી થાવ.
किं कर्पूरमयं सुधारसमयं किं चन्द्ररोचिर्मयं, किं लावण्यमयं महामणिमयं कारुण्यकेलिमयम् । विश्वानन्दमयं महोदयमयं शोभामयं चिन्मयं, शुक्लध्यानमयं वपुर्जिनपतेर्भूयाद् भवालम्बनम् ॥
“શું આ માત્ર કપૂરની બનેલી છે કે શું ચંદ્રનાં નિર્મલ કિરણોને એકત્રિત કરી બનાવેલી છે. શું સકલ લાવણ્ય ભેગું કરીને બનાવી છે કે શું મણિઓનાં સાર રૂપ છે ? કે કરૂણાની ક્રીડાનું સ્થાન છે? વિશ્વને આનંદ દેનારી, મહાન ઉદયના કારણભૂત, શોભાથી ભરપુર જ્ઞાનથી પૂર્ણ, શુકુલ-ધ્યાનમય એવી આ જિનપ્રતિમા સંસારમાં આલંબનરૂપ થાવ, જેથી સંસાર પાર પમાય.
૩૦
)
જેને ભક્તિમાર્ગ...