SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ લોકોનાં મુખે પ્રભુની વાત સાંભળું, અને મારી સાતેય ધાતુઓ વિકસિત થઇ જાય છે. આવો ઉત્કૃષ્ટ ભક્તિસંબંધ, ભગવાનની નામ-સ્મરણની ભક્તિથી આપણો બંધાય એવી અભિલાષા કરીએ.. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજીને સૌધર્મેન્દ્ર સ્વપ્નમાં આવીને પ્રભુનાં નામનું એક સ્તવન જણાવ્યું. એને શ્રી આચાર્ય ભગવંતે કાવ્યમાં ઢાળ્યું. જેનું નામ “શ્રી વર્ધમાનશ સત્તવાહ” આવું છે. આ સ્તોત્ર આજે પણ મળે છે. એમાં ભગવાનનાં પ્રાયઃ ૨૭૨ વિશેષણો છે. આ વિશેષણોનો દરરોજ પાઠ કરવાથી ભવ્યજીવોને તે સ્તવનની છેલ્લે બતાવેલાં અનેક લાભો થાય છે. એ જ રીતે ગણધર ભગવંતો વિરચિત જે “લોગસ્સ સૂત્ર છે, જેનું નામ જ“નામસ્તવ” અથવા “ચતુર્વિશતિ સ્તવછે. આમાં ચોવીશે ભગવાનનાં નામો ને યાદ કરી પ્રભુને વંદના કરી છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૯મું અધ્યયન ૯મું સૂત્ર આનાં મહિમાનું ગાન કરે છે. વરવીન્દ મંતે ! નીવે ક્રિ નાયડુ ? એકવીસસ્થાને રંસ વિહિં નાયડુ ? “ અર્થાત્ ચતુર્વિશતિસ્તવ લોગસ્સ સૂત્ર દ્વારા સમ્યગ્દર્શન નિર્મલ બને છે. ચતુર્વિશતિ સ્તવ એ નામજિનની શ્રેષ્ઠ ભક્તિ છે. આમાં ઘણા રહસ્યો છૂપાયા છે. ભક્તિયોગના મર્મજ્ઞ પુરૂષો સાધનામાં આગળ વધવા લોગસ્સ સૂત્રને અનન્ય માધ્યમ ગણાવે છે. એટલે જ જ્યારે કાઉસ્સગ્ન કરીએ છીએ ત્યારે લોગસ્સ ગણવાના હોય છે, કારણ કે લોગસ્સથી ધ્યાનની સિદ્ધિ જલ્દી થાય છે. રહસ્યનાં જાણનારા કહે છે, કે “વહેલ્ફી નિવિરા, તિસ્થયરા ને પક્ષીયંતુ આ પદનો પાઠ ભાવપૂર્વક કરવાથી તીર્થકરોની કૃપા પ્રાપ્ત થાય છે. ઉપસંહાર, નામજિનની ભક્તિ જેને ભક્તિમાર્ગમાં ઠેર-ઠેર પ્રચલિત છે. * ૧૨ . જેને ભક્તિમાર્ગ
SR No.023303
Book TitleYatra Bhaktithi Muktini
Original Sutra AuthorN/A
AuthorTirthbodhvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy