SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ અજિતશાંતિસ્તવમાં શ્રી નંદિષેણ મહારાજા લખે છેઃ अजिअ जिण ! सुहप्पवत्तणं; तव पुरिसुत्तम नामकित्तणं; तह य धिइ-मइ-पवत्तणं, तव य जिणुत्तम संतिकित्तणं ।। અર્થાત્ “હે પુરૂષોત્તમ અજિતનાથ ! તમારું નામસ્મરણ શુભને પ્રવર્તાવનારું છે, તથા ધૃતિ અને મતિને આપનારું છે. તથા હે જિનોત્તમ શાંતિનાથ ! આપનું પણ નામસ્મરણ એવું જ છે.” શ્રીમાનતુંગસૂરિજીએ ભક્તામરની છેલ્લી ગાથામાં લખ્યું છે, “પગથી ગળા સુધી લાંબી સાંકળોથી જેમનું શરીર વીંટળાયેલું હોય, લાંબી બેડીઓથી જેમની જંઘા ઘસાઇ, ખેંચાઇ ગઇ હોય, તેવાં પણ મનુષ્યો આપનું નામ સ્મરણ નિરંતર રટ્યા કરે, તો તૂર્ત જ જાતે જ બંધનનાં ભયથી રહિત બને કલ્યાણ મંદિર સ્તોત્રમાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી પણ કહે છે, કે “આપનું સ્તવન તો દૂરની વાત છે. પરંતુ હે પ્રભુ ! આપનું નામ પણ સંસારમાંથી રક્ષણ કરે છે. ગ્રીષ્મ ઋતુમાં તીવ્રતાપથી ત્રસ્ત થયેલાં મુસાફરને પઘસરોવર જ નહિં. પરંતુ, તેનો ઠંડો-સુગંધી વાયુ પણ આનંદ આપે છે.” આપણે માટે આજે દ્રવ્યજિન અને ભાવજિનનો પ્રાયઃ અભાવ છે. આપણે માટે સાક્ષાત્ એમની પૂજા પ્રાયઃ અશક્ય છે. હવે રહ્યાં સ્થાપનાનામજિન. સ્થાપના દિનની ભક્તિ તો જિનાલયમાં જ થાય પરંતુ નામજિનની ભક્તિ કોઇપણ જગ્યાએ કોઇપણ કાળમાં કોઇપણ ક્ષેત્રમાં કરી શકાય એમ છે. બહુમાનથી નામનું સ્મરણ અથવા રટણ કરતા રહેવું. આથી જ સ્તવનકાર કહે છે :“સૂતા બેસતા જાગતા, નિત રહો હૈયા હજૂર, જબ ઉપગાર સંભારીયે, તબ ઉમટે આનંદપુર.” સુલતાને પ્રભુવીરની સાથે એવી આંતર પ્રીતિ બંધાઇ હતી કે કોઇ એની આગળ આવી પ્રભુ વીરનું નામ લે, તો પણ એની રોમરાજી વિકસ્વર થઇ જતી. શ્રી રામવિજયજી મહારાજ એક સ્તવનમાં જણાવે છે ! “સુણતાં જનમુખ પ્રભુની વાત, વિકસે મારી સાતે ધાત....” યાત્રા: ભક્તિથી મુક્તિની જેમ ૧
SR No.023303
Book TitleYatra Bhaktithi Muktini
Original Sutra AuthorN/A
AuthorTirthbodhvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy