SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ તેમજ, આગમ સૂત્રોમાં “gવાસાનિ” શબ્દ-પ્રયોગ થયો છે. જેનો અર્થ થાય છે પૂજા કરવી, અર્ચના કરવી. આથી, આ અવસર્પિણીમાં પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ અરિહંત થયાં, ત્યારથી જ જૈનધર્મમાં પૂજાનો માર્ગ સ્થપાયો અને વૈદિક ધર્મ પ્રતિમા-પૂજનાદિ ભક્તિનું જૈનધર્મમાંથી અનુકરણ કર્યું છે. આવું માનવું જોઇએ. આમ, જિનની ભક્તિ તો માત્ર દર્શન-વંદન રૂપ જ થાય, પરંતુ પૂજા રૂપે ન થાય. આ વાત પણ ખોટી છે. ભક્તિનાં અનેક પ્રકારોમાંથી એક પ્રકાર છે-પ્રભુ પૂજા.... શંકાઃ ભગવાન તો સર્વકર્મમુક્ત થઇને મોક્ષ અવસ્થામાં સ્થાયી થયા છે. એમની સેવાથી તે ખુશ નથી થવાના, તો સેવકોને લાભ શું ? સમાધાનઃ જિનભક્તિથી થતાં અનેકવિધ લાભો ૧) જેમ ચિંતામણિ રત્ન માંગણી કરનારનાં સર્વ ઇચ્છિતોનો પ્રદાતા બને છે. તેમ નામ-સ્થાપનાદ્રવ્ય કે ભાવ કોઇપણ ભેદે રહેલાં પ્રભુની ભક્તિ સર્વ ઇચ્છિતોની પ્રદાતા બને છે. ૨) શ્રી આવશ્યક નિર્યક્તિ સૂત્ર ગાથા ૧૦૯૮ની ટીકામાં એક અવતરણ ટાંક્યું છે. भत्तीइ जिणवराणं, परमाए खीणपिज्जदोसाणं । आरु-ग्गबोहिलाभ, समाहिमरणं च पावेंति ॥ અર્થાત્ વીતરાગ અરિહંત પ્રભુની પરમ ભક્તિ કરવાથી ભક્તને આરોગ્યનો લાભ થાય છે-સમ્યકત્વ રૂપી રત્નની પ્રાપ્તિ થાય છે. અને જીવનનાં અંતકાળે સમાધિમરણની પ્રાપ્તિ થાય છે. આ ત્રણ ઉત્તમોત્તમ લાભો જિન ભક્તિ દ્વારા મળે છે. ( ૩) “જિનની ભક્તિ કરતાં કરતાં જિન બની જશો” આ ઉક્તિ ખરેખર વાસ્તવિક છે. મનુષ્યનાં અંતઃકરણમાં નિરંતર જેનો વાસ હોય છે એવો એ થઇ જતો હોય છે. અહીં શાસ્ત્રકારો ઇયળ અને ભમરીનું ઉદાહરણ દર્શાવે છે. "इलिका भ्रमरीध्यानात्, भ्रमरीत्वं यथाऽश्नुते । तथा ध्यायन्परात्मानं, परमात्मत्वमाप्नुयात् ।। જ છે . જેને ભક્તિમાર્ગ....
SR No.023303
Book TitleYatra Bhaktithi Muktini
Original Sutra AuthorN/A
AuthorTirthbodhvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy