________________
મોજૂદ છે ! ત્યારે ભગવાન ઋષભદેવે તેમને મરીચિનું નામ આપ્યું કે “તેઓ છેલ્લાં તીર્થકર શ્રી મહાવીર સ્વામી બનવાનાં છે.” એ વખતે મરીચિ દીક્ષાને છોડી દઇ નવા પ્રકારના પોતાની બુદ્ધિથી કલ્પલા સંન્યાસીના વેશમાં હતા, અર્થાત્ સાધુ ન હતા. છતાંય ભરત મહારાજા જેવા ચુસ્ત સમ્યકત્વધારીએ એમને ત્રણ પ્રદક્ષિણા દીધી. વંદન કર્યા, કેમ ? કારણકે તેઓ તીર્થકર થવાના છે. આ જાણ ભરત ચક્રવર્તીને થઇ પણ, ભાવથી તીર્થકર થાય નહીં, ત્યાં સુધી એઓ દ્રવ્યથી તીર્થકર કહેવાય, આમ, ભાવ અવસ્થાની પૂર્વની અવસ્થા હોવાથી દ્રવ્ય તીર્થકર વંદનીય બને છે, માટે વંદન કર્યા.
એમ, શ્રી પ્રતિમાશતક ગ્રંથમાં કહ્યા પ્રમાણે “આ ચોવીસીમાં શ્રી આવશ્યક સૂત્રો શાશ્વત છે. તેથી લોગસ્સ સૂત્ર=ચતુર્વિશતિ સ્તવ પણ શાશ્વત છે. આથી ઋષભદેવ પ્રભુના શાસનમાં પણ આ પાઠ થતો જ હતો. એ વખતે ઋષભદેવ પ્રભુ તો ખરેખર ભાવજિન હતા. પરંતુ, અજિતનાથથી માંડી મહાવીર સ્વામી સુધીનાં દરેક શ્રી જિન પ્રભુ ત્યારે ચતુર્ગતિમાં જ હતા. તીર્થંકર તરીકે તો ન જ હતા. તેથી જેમ “પદ્મનાભ સ્વામી' નામ બોલતા તેઓની ભવિષ્યની તીર્થકર અવસ્થા યાદ આવે છે તેમ “અજિતનાથ' વગેરે નામ બોલતા જ હાલ ચાર ગતિમાં રહેલા, પરંતુ ભાવિમાં તે-તે ભાવજિનની અવસ્થા રૂપે જ યાદ આવવાના અને એમને વંદના પણ થવાની. આ વંદના દ્રવ્ય જિનને વંદન છે.”
દઢ સમક્તિધારીશ્રી શકેન્દ્ર, ભરત વગેરે ક્ષેત્રમાં જન્મેલા સર્વ તીર્થકરોના પાંચ કલ્યાણકોની ભવ્ય ઉજવણી કરે છે. આ વાત શ્રી જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ વગેરે આગમ સૂત્રો દ્વારા સુવિદિત છે. ત્યાં ભગવાનના કેવલજ્ઞાન કલ્યાણકના સમયે સૌધર્મેન્દ્ર ભાવજિનની ભક્તિ કરે છે. એ સિવાય ચ્યવન-જન્મ-દીક્ષા અને નિર્વાણ કલ્યાણકના અવસરે શક્રેન્દ્ર દ્રવ્ય જિનની પૂજા કરે છે. ગણધર ભગવંત દ્વારા વિરચિત શ્રી નમુત્થણ સૂત્રમાં અરિહંત પ્રભુનાં ૩૩ વિશેષણો છે. પ્રભુનાં ઓવન વગેરે કલ્યાણકો વખતે ભગવાન સમક્ષ ઇન્દ્ર મહારાજ ચૈત્યવંદન મુદ્રાને ધારણ કરી મધુર સ્વરમાં આ શકસ્તવનો પાઠ કરે છે, આ દ્રવ્યજિનની ભક્તિ
જેન ભક્તિમાર્ગ...