Book Title: Yatra Bhaktithi Muktini
Author(s): Tirthbodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar
View full book text
________________
પરિશિષ્ટ-૩ ,
• જિનમંદિરે જવાની ઇચ્છા કરે ત્યાં-એક ઉપવાસનું ફળ મળે. - જિનમંદિરે જવા ઊભો થાય-બે ઉપવાસનું ફળ મળે. • જિનમંદિરે જવા તૈયારી કરે-ત્રણ ઉપવાસનું ફળ મળે. • જિનમંદિરે ચાલવા માંડે-ચાર ઉપવાસનું ફળ મળે.
જિનમંદિરે જવા થોડું ચાલે-પાંચ ઉપવાસનું ફળ મળે. જિનાલય દેખાય ત્યાં એક મહિનાના ઉપવાસનું ફળ મળે. • જિનાલયે પહોંચતા છ મહિનાના ઉપવાસનું ફળ મળે. • જિનાલયના દરવાજે પહોંચે-૧ વર્ષનાં ઉપવાસનું ફળ મળે. - જિનનું નિર્માલ્ય ઉતારી પ્રમાર્જના કરતાં ૧૦૦ ઉપવાસનું ફળ. • ત્રણ પ્રદક્ષિણા દેતાં ૧૦૦ વર્ષનાં ઉપવાસનું ફળ મળે. • પ્રભુપૂજા કરતા ૧૦૦૦ વર્ષનાં ઉપવાસનું ફળ. • પ્રભુને માળા અર્પણ કરતા ૧ લાખ વર્ષનાં ઉપવાસનું ફળ. • પ્રભુજીની સ્તુતિ-સ્તવના કરતાં અનંતગુણું ફળ... • ધૂપપૂજા પાપને બાળે છે. * દીપકપૂજા મૃત્યુનો નાશ કરે છે. • નૈવેદ્યપૂજાથી વિશાળ સામ્રાજ્યની પ્રાપ્તિ થાય છે. - અંગપૂજા-વિનનાશિકા છે.
અગ્રપૂજા-અભ્યદય કારિણી છે. જ ભાવપૂજા-નિર્વાણ પદ આપનારી છે. * પ્રાતઃ કાળની પૂજા રાત્રે કરેલા પાપનો નાશ કરે છે. * મધ્યાહુનની પૂજા-આ જન્મના પાપનો નાશ કરે છે. • સંધ્યાકાળની પૂજા-સાત ભવના પાપનો નાશ કરે છે. * પૂજાની ઉત્કૃષ્ટ ભાવપૂર્વક આરાધનાથી નાગકેતુની જેમ અંતમુહૂર્તમાં જ
મોક્ષને આપનારી બને છે.
જેને ભક્તિમાર્ગ...

Page Navigation
1 ... 103 104 105 106