________________
ધારાવળી કરી હતી, તે ઘરનો અડધો ભાગ બળી ગયો. અડધો ભાગ બચી ગયો.
રથયાત્રામાં આની સાથે બાકુળાં ક૨વાનો પણ વિધિ હોય છે. આખા ગામમાં (કે એરિયામાં) વરઘોડો ફરે, ત્યારે દરેક જગ્યાએ દરેક શેરીઓ અને મહોલ્લાઓમાં આ બાકુળાં ઊછાળવામાં આવે છે. અને ક્ષેત્રદેવતાઓને પ્રસન્ન કરાય છે, જેથી તેઓ દ્વારા કોઇ ઉપદ્રવ વગેરે ન થાય, અને તેઓ પ્રસન્ન રહે. આની સાથે અનુકંપાદાન પણ કરવું જોઇએ જેથી વિશેષ શાસનપ્રભાવના થાય. રથયાત્રા જ્યાં જ્યાં જાય, ત્યાં ત્યાં ઘરોની નીચે આવીને ભાવિકો, પ્રભુની આગળ ગહુંલી કરે છે અને ૩ ખમાસમણાંપૂર્વક પ્રભુને જુહારે છે. રથયાત્રા ઉતર્યા પછી પોંખણાનાં વિધિ સાથે ભગવાનનો જિનાલયમાં પ્રવેશ થાય છે.
૨) અષ્ટાનિકા યાત્રા : આઠ દિવસનો મહોત્સવ. જિનમંદિરોની મહાપૂજા-જિનબિંબોની મહાન અંગરચના-વિવિધ પ્રકારની પૂજાઓ-જાત ભાતના અભિષેકવિધાનો-વિવિધ પ્રકારના પૂજનો-રાત્રિભાવનાઓરાત્રિજાગરણો-પ્રભાતિયા-વિશિષ્ટ પ્રભાવનાઓ...આ રીતે ૮ દિવસ ઉત્તમોત્તમ દ્રવ્યોથી અને ઉત્તમોત્તમ ચડિયાતા ભાવોથી ભગવાનની ભક્તિ કરવામાં આવે છે. પ્રતિષ્ઠા થયા પછી આ અષ્ટાનિકા મહોત્સવ કરવાનું પ્રયોજન એ બતાવ્યું છે કે પ્રથમ પૂજા જેટલા ભાવથી કરીએ, એટલી જ સંઘની ઉત્તરોત્તર ઉન્નતિ થતી હોય છે. એ જ પ્રયોજનથી ભગવાનની અષ્ટાહ્નિકા યાત્રા વર્ષમાં એક વખત કરવી એ શ્રાવકનું કર્તવ્ય છે. પૂર્વે લગ્નપ્રસંગોમાં પણ લગ્નનો ખર્ચો ઓછો કરી જિનાલયોમાં અષ્ટાનિકા મહોત્સવ ક૨વામાં આવતો.
દેવો શાશ્વતા દિવસોમાં, પર્વ અવસરે અને ભગવાનના કલ્યાણકો વખતે ૮મા શ્રી નંદીશ્વર દ્વીપમાં જઇને ભક્તિ-મહોત્સવ અષ્ટાહ્નિકા ઉત્સવ કરે છે.
૩) તીર્થયાત્રા : છ'રી પાળતો સંઘ કઢાવવો એ તીર્થયાત્રા છે. ૧) બ્રહ્મચારી ૨) એકાહારી (એકાસણું કરવું) ૩) દર્શનધારી (આવશ્યકકારીસવાર-સાંજ પ્રતિક્રમણ કરવું.) ૪) ભૂશયનકારી (ભોંયે સંથારા ૫૨ સૂવું), ૫) સચિત્તપરિહારી, (સચિત્ત દ્રવ્યનો ત્યાગ), ૬ પાદચારી. (પગે વિહાર કરવો.) તીર્થયાત્રા વખતે ૧) દાન આપતાં રહેવું. વચ્ચે વચ્ચેના ગામોના જે
૭૬
જૈન ભક્તિમાર્ગ...
4, 2002),