________________
આથી, સર્વ નિક્ષેપાઓની એકસરખી જ ભક્તિ કરવી એવો ભાવ સાધકે રાખવો જોઇએ.
ચાર નિક્ષેપોમાંથી પ્રથમ કોની ભક્તિ કરીએ ?
ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રમાં દશમા પર્વમાં એક પ્રસંગ આવે છે, જેનો સાર એમ છે, કે એક શ્રાવક ઉદ્યાનમાં દરરોજના ક્રમ મુજબ જિનાલયમાં ભગવાનની સ્થાપના મૂર્તિની પૂજા કરવા જઇ રહ્યા હતા. એ જિનાલયની નજીકમાં જ છદ્મસ્થપણે વિચરતા ભગવાન-દ્રવ્યજિન પ્રભુ વીર કાઉસગ્ગ ધ્યાનમાં ઉભા હતા. શ્રાવકના હાથમાં પૂજાની સામગ્રી હતી અને દ્રવ્ય જિનને ઓળંગીને શ્રાવક સ્થાપના દિનની પૂજા કરવા જતો હતો. ત્યારે ઇન્દ્ર આવીને એને અટકાવ્યો. અને કહ્યું કે “જીવંત પ્રભુને ઓળંગી મૂર્તિરૂપ પ્રભુની પૂજા કેમ કરો છો ? પ્રથમ આમની પૂજા કરો. પછી દેરાસરમાં પૂજા કરજો.”
આ પ્રસંગ દ્વારા સમજાય છે. કે નામજિન કરતાં સ્થાપનાજિન, સ્થાપનાજિન કરતાં દ્રવ્યજિન અને દ્રવ્યજિન કરતાં ભાવજિનની પૂજા પ્રથમ કરવી જોઇએ. એમને વધારે મહત્તા આપવી જોઇએ.આ એક સામાન્ય નિયમ છે.
ફોર હિટ
જનભક્તિમાર્ગ...