________________
કરીને કે બળાત્કાર, લાંચ-રુશ્વત, જુગાર વગેરે અનુચિત સાધનોથી મેળવેલું ધન અશુદ્ધ છે.
આજના સંદર્ભમાં રાજ્યતંત્ર અને લોકવ્યવહારને ગણનાપાત્ર હાનિ પહોંચે એવું ધન અનીતિનું ધન સમજવું. આથી ચાલુ પ્રચલિત વ્યવહારને અન્યાયની કક્ષામાં લઇ જવાની ઉતાવળ ન કરવી. તેમ જેમ ફાવે તેમ ધન મેળવી શકાય છે અને વાપરી શકાય છે એવું પણ એકાંતે ન માનવું. વિવેકથી વિચારવું.
. (૭) વિધિશુદ્ધિઃ આગામી પ્રકરણોમાં હવે જે વિધિ જિનપૂજા માટેની બતાવવામાં આવશે, તેને અનુસારે જ પૂજા કરવી અતિ લાભદાયી બને છે. જો મંત્રના દેવતાની વિધિપૂર્વક આરાધના કરવાથી લાભ થાય, અવિધિથી આલોકનું નુકસાન થતું હોય, તો વિધિપૂર્વક તીર્થંકરદેવની ઉપાસનાથી લાભ થાય, અવિધિથી ભવભ્રમણરૂપ ભવોભવનું નુકસાન થતું હોય છે.
માટે વિધિ-વાદી બનવું. મન ફાવે તેમ, અથવા મનમાં ગમે, તેમ અલગ અલગ વિધિઓ બહાર ન પાડવી. પરંપરાનુસારે વિધિ કરવી એ વિધિશુદ્ધિ.
યાત્રા: ભક્તિથી મુક્તિની
૫૫
ટ