________________
જતાં જે જળગત હિંસા આદિ થાય છે, તે સ્વરૂપહિંસા છે. આથી તે સ્વરૂપહિંસા કહેવાય છે, પરંતુ પરંપરાએ અને તત્કાળ પણ ભાવથી અહિંસારૂપ છે, હિંસારૂપ નથી. આથી તે ફળથી અનુબંધ અહિંસા કહેવાય છે. બગલો એક ટાંગે ઊભો રહીને જાણે કે ધ્યાન કરતો હોય એવું લાગે છે. આ તેની સ્વરૂપથી અહિંસા છે. પરંતુ, આના ફળસ્વરૂપે એ હિંસા જ કરવાનો છે,-માછલી પકડવાનો છે માટે તે અનુબંધ હિંસા છે. ડોકટર દર્દીને છરીનો પ્રયોગ કરે તે સ્વરૂપથી હિંસા છે, પરંતુ તેનાં ફળમાં દર્દીનું જીવન લાંબુ ટકે છે. માટે તે ફળથી, તે અનુબંધથી અહિંસા છે તેથી જ આ હિંસા નુકસાનરૂપ નથી. વ્યવહારમાં સર્વત્ર અનુબંધને હિસાબે હિંસા અથવા અહિંસાની ગણતરી થાય છે. તો જિનપૂજા પણ અનુબંધ
અહિંસારૂપ છે માટે હકીકતમાં અહિંસારૂપ જ છે. તેને છોડવી ન જોઇએ. (૨) જેમ મંત્રને યાદ કરો, અગ્નિનું સેવન કરો. તો મંત્ર અને અગ્નિને કાંઇ ઉપકાર નથી થતો, પરંતુ મંત્રના અને અગ્નિના તેવા પ્રકારના સ્વભાવથી જેમ વિષ અને ઠંડી દૂર થાય છે, તેમ જિનપૂજાથી પ્રભુને કશો ઉપકાર ન થવા છતાંય પૂજનારને વિશિષ્ટ પુણ્યનો લાભ થાય છે. (૩) ભગવાન કૃતાર્થ છે. એથી જ તો ભગવાન પૂજ્ય છે. સકલ લોકમાં જે પ્રધાન હોય, એજ પૂજ્ય બને છે. ભગવાન ૧૪ રાજલોકમાં પ્રધાન છે. માટે ભગવાનની જ પૂજા કરવી જોઇએ. આમ, જિનપૂજા વ્યર્થ નથી, અતિશય ઉત્કૃષ્ટ ફળવાળી છે.
શંકા: કૂવો ખોદનારનું ઉદાહરણ બતાવીને તમારે એ જ સિદ્ધ કરવું છે ને, કે “જિનપૂજા દ્વારા ઉત્પન્ન થયેલા આરંભ-હિંસા રૂપ દોષનો નાશ કરવા દ્વારા બીજા અનેક ગુણોને આપવાની શક્તિ આ જિનપૂજામાં છે. માટે જિનપૂજા કરવી જ જોઇએ. જો એવું છે, તો એના અધિકારી તરીકે માત્ર શ્રાવકો જ કેમ કહ્યાં ? સાધુને ત્યાં કેમ અધિકાર નથી ?
હવે તમે એમ કહો, કે સાધુઓ સાવદ્યના ત્યાગી હોય માટે જિનપૂજામાં સાવદ્ય હોવાથી પ્રવૃત્તિ ન કરે તો પછી ગૃહસ્થો કેમ પ્રવૃત્તિ કરે ? ગૃહસ્થ કુટુંબને માટે સાવદ્ય કર્મ આચરતો હોય, તો તેણે ધર્મને માટે સાવદ્ય કર્મ આચરવું જ જોઇએ એવો તો નિયમ નથી જ. વળી સંસારમાં સાવદ્ય કર્મ છોડી શકવાનો નથી, તો ધર્મમાં તો સાવદ્ય કર્મ છોડવું જ જોઇએ એવો નિયમ બનાવવો વધુ ઉચિત લાગે છે..
સમાધાનઃ શ્રાવક આરંભની વચ્ચે જીવે છે. સ્નાન કરતી વખતે એને યાત્રા ભક્તિથી મુક્તિની ૫૭ 2