________________
પૂર્વના કાળમાં પાંચ કે છ અંગે પૂજા થતી હોવાની વાત છે. ઉમાસ્વાતિજી કૃત પૂજા પ્રકરણમાં ફક્ત નવ તિલકોનો જ ઉલ્લેખ છે. ત્યારબાદ આ નવાંગી પૂજાનો મત સ્થિર થયેલો જણાય છે. -
પ્રત્યેક અંગ પર પૂજા કરતી વખતે કવિવર્ય શ્રી વીરવિજયજી મહારાજ રચિત નવ અંગના દુહા બોલવાથી, એના અર્થ વિચારવાથી, વિશેષભાવ પ્રગટે છે. પરંતુ, તે દુહા મનમાં કે એકદમ ધીમા સ્વરે બોલવા. આ દુહા ગુજરાતીમાં હોવાથી એનો અર્થ સમજાય તેમ છે. ત્યારબાદ પુષ્પપૂજાનું વિધાન આવશે. પ્રાચીન વિધિ મુજબ શ્રાવક સાંજ પડે ઉદ્યાનમાં ઝાડ-છોડ નીચે શુદ્ધ વસ્ત્ર પાથરી આવતા અને સવારે તથા સ્વભાવથી પુષ્પો નીચે ખરી પડતા. એ પુષ્પોથી શ્રાવક પૂજા કરતા, જેથી પુષ્પો ચૂંટવાની જરૂર ન રહે. આજે ચૂંટેલા પુષ્પોથી પણ કરવી. શક્ય જયણા સાચવવી.
પુષ્પો સુગંધવાળાં, કોમળ-રંગબેરંગી જોઇએ. ૧) સૂકાં ૨) જમીન પર પડેલાં ૩) તૂટેલી પાંખડીવાળાં ૪) અશુભ વસ્તુ સાથે સ્પર્શ પામેલાં ૫) અવિકસિત ૬) ચીમળાઇ ગયેલાં ૭) વાસી ૮) કરોળીયાએ જાળ ગૂંથી હોય, ૯) જેમાં ગંધ ન હોય, ખરાબ ગંધ હોય, ખટાશવાળી ગંધ હોય તેવા પુષ્પો ભગવાનને ન ચડાવાય. પુષ્પોની ગૂંથણી વગેરે દ્વારા હાર-મુગટ એ રીતે બનાવવો, જેમાં પુષ્પો વીંધાઇ ન જાય.
હવે ગભારામાંથી ભગવાનને પૂંઠ ન પડે એમ બહાર નીકળી અગ્રપૂજા કરવી. સૌ પ્રથમ ધૂપપૂજા આવે. આજે જે ધૂપ હોય છે તેમાંથી કોઇ સુગંધ નીકળતી નથી. દશાંગધૂપ, અષ્ટાંગ ધૂપ જેવા ઉત્તમ ધૂપો વાપરવા જોઇએ. આખું દેરાસર સુવાસિત થાય એમ કરવું. તે વખતે ધૂપપૂજાનો દુહો વિચારવો. ત્યારબાદ દીપક પૂજામાં ગાયનાં ઘીનો દીપક ભગવાન સન્મુખ ધરવો. દીપકમાં ગાયનું ઘી જ વાપરવું. સંધ્યાકાળે પણ દેરાસરમાં ગાયના ઘીના દીવા મૂકવા. વિજળીના દીવાનો શક્ય હોય તો ઉપયોગ ટાળવો. દેવીતત્ત્વને આમંત્રણ આપતો પ્રકાશ ગાયના ઘીના દીવાનો છે. તેના પ્રકાશમાં પ્રભુની પ્રતિમા પણ સુંદર ભાસે છે.
હવે આવશે અક્ષત પૂજા. સારાં પાટલા પર અક્ષત એટલે અખંડ ચોખા વડે, અષ્ટમંગલનું આલેખન કરવું, તે રૂપ અક્ષતપૂજા હતી. આજે તો તેના સ્થાને અષ્ટમંગલની શિલ્પવાળી પાટલીઓ જ આવી ગઇ. એ પાટલી પ્રભુને બતાવવાની હોય છે. જીવનમાં આઠ મંગલ યાચવાના હોય છે. પણ એ વિધિનો
૬૮૪ જેન ભક્તિમાર્ગ...