________________
બોલી ગભારામાં પ્રવેશ કરવો. ત્યારબાદ જિનબિંબ પરથી નિર્માલ્ય ઉતારવું. ચૈત્યવંદન મહાભાષ્યમાં કહ્યું છે કે જે દ્રવ્ય ભોગવિનષ્ટ થયું હોય, અર્થાત્ ઉતરી ગયું હોય, નકામું થયું હોય, બીજીવાર કામ લાગે એમ ન હોય તે નિર્માલ્ય કહેવાય. આ વ્યાખ્યા મુજબ વસ્ત્રો-આભૂષણો વગેરે નિર્માલ્ય કહેવાતું નથી. પુષ્પ વગેરેને નિર્માલ્ય જાણવું. તેને યોગ્ય જગ્યાએ પાઠવવું.
- નિર્માલ્ય ઉતાર્યા પછી મોરપીંછીથી જિનબિંબની વ્યવસ્થિત પ્રમાર્જન કરવી. ભગવાનની બેઠક વગેરેને પૂંજણીથી સાફ કરવા. આમ તો આટલું પર્યાપ્ત છે. પરંતુ, અત્યારે જિનબિંબ પર લાગેલાં સૂકાઇ ગયેલાં કેસર વગેરેને કાઢવા ભીનાં કોમળ કપડાનો ઉપયોગ થતો હોય છે. કપડું દબાવી હલકા હાથે કેસર કાઢવું જોઇએ, અને ક્યાંક ખાંચામાં કેસર ભરાઈ ગયું હોય તો તાંબાની સલી વડે, અથવા વાળાકુંચી વડે સાફ કરાય છે. પરંતુ, આ બન્નેમાં એ ધ્યાન રાખવું, કે વાળાકુંચીના ઉપયોગથી ભગવાનની પ્રતિમા એવી રીતે ન ઘસવી, કે ભગવાનને નુકસાન થાય. ઘણાં પૂજારીઓ એવી રીતે ભગવાનને ઘસતા હોય છે, કે જાણે તાંબાના લોટાને માંજવાનો હોય..એ ખૂબ અવિધિઆશાતનાકારક છે. તે અટકાવવું જોઇએ.
પછી આવે છે જલપૂજા. તેમાં વિવેક રાખવો જરૂરી છે. કોથળીના દૂધથી, જે વાસી જ લગભગ હોય છે. તેનાથી અભિષેક ન કરવો. દરેક ભગવાનને દૂધ યુક્ત પાણી/પંચામૃત/ઔષધિયુક્ત પાણીનો જ પ્રક્ષાલ કરવાનો હોય છે. શુદ્ધ પાણીનો અભિષેક તો માત્ર ભગવાનને સાફ કરવા પૂરતો જ હોય છે. આજે બન્ને પુજાઓ અલગ થાય છે. જેટલા જણ દૂધનો પ્રક્ષાલ કરે, તેટલાં જ પાણીનો કરે છે, આ ઉચિત નથી. ક્ષીરોદધિનું પાણી-જેનાથી દેવોએ ભગવાનનો અભિષેક કરેલો, તે દૂધવર્ણ જેવું હતું તેથી આપણે અનુકરણ રૂપે પાણીમાં દૂધ ઉમેરી એનાથી પ્રક્ષાલ કરીએ છીએ. એ જ અભિષેકપૂજા છે. પાણીની પૂજા અલગ નથી. ઘણાં જિનાલયોમાં પક્ષાલ પૂર્વે અને પછી ભગવાનને સાફ કરવાના નામે અનેક બાલ્ટીઓ ભરી ભરીને પાણી છૂટું રેડાય છે. જે અજયણા છે, આશાતના છે. પૂજામાં જો જયણા ન રાખીએ, તો એ પણ હિંસારૂપ જ કહેવાય. માટે તેવી અજયણાથી બચવું જોઇએ. '
જલપૂજા વખતે જલપૂજાનો દુહો બોલવો “મેરુ શિખર નવરાવે”. “લાવે લાવે.” જેવાં ગીતો મંદ-મધુર સ્વરે ગાવા. ઘોંઘાટ ન કરવો. ઘણાં કહે છે-ભગવાનનો અભિષેક આખા શરીર પર કરવો પરંતુ,
જ ૬૬ોટ જેન ભક્તિમાર્ગ....