________________
પ્રકરણ-૧૪
વર્તમાન જિનપૂજન પદ્ધતિ અને તેમાં થતી અવિધિઓ પ્રત્યે નિર્દેશ
સર્વોપચારી પૂજામાં શક્ય એટલી દરેક પૂજાસામગ્રીથી ભગવાનની પૂજા કરી શકાય. ગીત-નૃત્ય-વાજિંત્ર-છત્ર-પુષ્પવૃષ્ટિ-જાપ-ધ્યાન વગેરે સર્વ પૂજાનો સમાવેશ થાય છે. વર્તમાનકાળે આમાંથી અમુક પૂજા રોજિંદી છે, અમુક પૂજાઓ પ્રાસંગિકી છે. સુવિહિત ગુરૂ ભગવંતો રચિત અષ્ટાપદ પૂજા, અંતરાય કર્મ-નિવારણ પૂજા, સ્નાત્રપૂજા, સત્તરભેદી પૂજા વગેરે પ્રસંગોપાત થતી હોય છે, માટે પ્રાસંગિકી છે.
જ્યારે અષ્ટપ્રકારી પૂજા તથા ચામર-દર્પણ-વીંઝણો આટલી પૂજા દરરોજ કરવામાં આવે છે. માટે તે રોજિંદી પૂજા છે.
અષ્ટપ્રકારી પૂજાનાં ૩ ભેદ છે. અંગપૂજાઃ જે ભગવાનને સ્પર્શ કરીને થાય તે. જલપૂજા (અભિષેકપૂજા), પુષ્પ-ચંદનપૂજા...અગ્રપૂજા : જે ભગવાનની આગળ થોડા અંતરે થાય તે, ધૂપ-દીપ-અક્ષત-ફળ-નૈવેદ્ય વગેરે...
ભાવપૂજાઃ અવસ્થાચિંતન-ચૈત્યવંદન-સ્તોત્રગાન-ધ્યાન-જાપ વગેરે.
વર્તમાન દ્રવ્યપૂજા-સંક્ષેપ : નિર્માલ્ય ઉતારવું, પ્રભુનું મો૨પીંછીથી પ્રમાર્જન-મુલાયમ કપડાંને ભીનું કરી કેશરને કાઢવું, ક્યાંક થોડા હલકા હાથે કેસ૨ જામી ન જાય એટલા માટે વાળાકુંચીનો ઉપયોગ, દૂધનો પ્રક્ષાલ, પ્રતિમાજી સાફ કરવા જળનો પ્રક્ષાલ, અંગપૂંછણાથી પ્રતિમાજી લૂંછવા, ચંદન-વિલેપનકેસરથી નવાંગી પૂજા, સુગંધીદાર પુષ્પોથી પૂજા, ગભારાની બહાર આવી ડાબી બાજુ ઊભા રહી ધૂપપૂજા, જમણી બાજુ ઊભા રહી દીપકપૂજા, પાટલા ૫૨ સ્વસ્તિક રચના, સાથિયા ૫૨ નૈવેદ્ય-સિદ્ધશિલા પર ફળ મૂકી નૈવેદ્યફળપૂજા, ચામર-દર્પણ-વીંઝણોદર્શન...
પ્રાચીન વિધિ પ્રમાણે વૈભવોચિત વાહન વગેરેમાં આવવું એવું કહ્યું છે. પરંતુ વર્તમાન વિધિ મુજબ ખુલ્લા પગે-પગપાળા આવવું એવો સુવિહિત આચાર છે. તથા દૂરથી જ ભગવાનનાં જિનાલયની ધ્વજાના દર્શન થતા ભાવથી મસ્તક ઝુકાવી ‘નમો જિણાણું'' બોલવું. અને ભગવાનના મુખના દર્શન થતાં જ અર્ધાઅંગથી ઝૂકીને ‘નમો જિણાણં’ પુનઃ બોલવું. પાંચ અભિગમપૂર્વક
૬૪
જૈન ભક્તિમાર્ગ...
30, 2000.