________________
જન્મ, રાજ્ય અને શ્રમણ અવસ્થા એવા ત્રણ ભેદો છે. પરિકરમાં રહેલા દેવો વગેરેને જોઇને જન્મનો મહોત્સવ વિચારવો. એવી રીતે આઠ પ્રાતિહાર્ય વગેરેને જોઇને પદસ્થ તીર્થંકર અવસ્થા ભાવવી અને સિદ્ધની અવસ્થા એ ભગવાનની મુદ્રાને જોઇને વિચારવી.
આ વખતે ભગવાનને જોવામાં જ સ્થિર થવા માટે ડાબી-જમણી અને પાછલી દિશામાં જોવાનો ત્યાગ કરવો. આને ત્રણ દિશાના વર્જન રૂપ છઠ્ઠાત્રિક કહે છે.
પછી ચૈત્યવંદનને યોગ્ય ભૂમિનું, જીવરક્ષા માટે દશાવાળા ખેસ વડે ૩ વાર પ્રમાર્જન કરવું. સાધુ ભગવંતો રજોહરણથી પ્રમાર્જન કરે છે. આ પ્રમાર્જનત્રિક. શબ્દ-અર્થ અને પ્રતિમારૂપ આલંબન, આ ત્રણેમાં એકાકાર થઇ શકાય એ રીતે ચૈત્યવંદનના સૂત્રો બોલવા. સૂત્રો બોલતી વખતે ત્રણ પ્રકારની મુદ્રા જાળવવી. તેમાં નમુત્થણ-લોગસ્સ વગેરે યોગમુદ્રામાં કરવાના હોય છે. યોગમુદ્રા પહેલા કહેવાઇ ગઇ છે. પ્રણિધાન સૂત્રો-જયવીયરાય વગેરે મુક્તાશુક્તિ મુદ્રામાં કહેવાના હોય છે. મુક્તાશુક્તિ એટલે બન્ને આંગળીઓને એકબીજાની સામે અડેલી રાખવી. હાથ બંધ રાખી, વચ્ચેથી કમળનાં ડોડાંની જેમ પોલો રાખવો, મસ્તકે અંજલિ કરવી. આ મુક્તાશક્તિ છે.
તથા કાયોત્સર્ગ વખતે પગના આગળના ભાગે બે પંજા વચ્ચે ચાર આંગળ જેટલું અને પાછળ ૪ આંગળથી કાંઇક ઓછું, એવું પ્રમાણ રાખી જેમ ભગવાન રહેતા હતા તેમ રહેવું તે જિનમુદ્રા.
આ સમગ્ર ક્રિયામાં મન-વચન-કાયા એ ત્રણના પ્રણિધાન અર્થાત એકાકારતા રાખવી, એ પ્રણિધાન-ત્રિક થઇ. આમ, આ ત્રણ પ્રણિધાન છેક પહેલેથી છેલ્લે સુધી જાળવવા જોઇએ.
અથવા બીજી રીતે ત્રણ પ્રકારે પ્રણિધાન છે (૧) જાવંતિ ચેઇઆઇ સૂત્ર દ્વારા દેવપ્રણિધાન. (૨) જાવંત કેવિસાહૂ સૂત્ર દ્વારા સાધુપ્રણિધાન. (૩) જયવીયરાય સૂત્ર દ્વારા પ્રાર્થનારૂપ પ્રણિધાન.
इय दहतियपरिसुद्धं, वंदणयं जो जिणाण तिकालं | कुणइ नरो उवउत्तो, सो पावइ सासयं ठाणं ।.
આ પ્રમાણે દશત્રિકથી પરિશુદ્ધ એવું વંદન ત્રણેય કાળ જે કરે છે, તે મોક્ષને પામે છે.
પૂજાનો અવસર : પંચાશક વગેરે શાસ્ત્રો મુજબ ઉત્સર્ગથી સવારબપોર અને સાંજ, આ ત્રણ સંધ્યાઓએ જિનપૂજાનો કાળ જાણવો. અપવાદથી
૬૨ોરાટ જેન ભક્તિમાર્ગ...