Book Title: Yatra Bhaktithi Muktini
Author(s): Tirthbodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 77
________________ જળનો ઉપયોગ થાય જ છે. વાપરતી વખતે વનસ્પતિની હિંસા થાય જ છે. આમ, હિંસા એનાં વ્યવહાર-આચારમાં ખૂબ વણાયેલી છે. હિંસા એના માટે નવાઇની વાત નથી. આવો ગૃહસ્થ સંસાર માટે જે હિંસા કરે તેને અસદ્ આરંભ કહે છે. ધર્મ માટે કરે તો સદ્ આરંભ કહેવાય. જે અસદ્ આરંભમાં મગ્ન જ છે, તેવો ગૃહસ્થ સદ્ આરંભરૂપ જિનપૂજા દ્વારા અસદ્ આરંભનો નાશ કરવા માટે જિનપૂજામાં પ્રવૃત્તિ કરે છે. સ્નાન કરતી વખતે મનમાં પૂજાના ભાવ રમવાથી એને સ્નાન અસદ્ આરંભરૂપ બનતું નથી. એમ શરીર પર અત્તર છાંટતી વખતે જેવો રાગભાવને પોષવાનો ભાવ હોય છે, તેવો ભગવાનના અંગપર લગાડતી વખતે હોતો નથી. માટે તે સદ્ આરંભો છે. આ સદ્ આરંભો દ્વારા જ ભગવાનનું સમર્પણ સિદ્ધ થવાથી સંસારનો રાગ ઘટે છે, ભગવાનનો અનુરાગ વધે છે અને તે ગૃહસ્થ સંસારનો ત્યાગ કરી મોક્ષમાં જઇ શકે છે તો કેટલાક તો ભગવાનની પૂજા કરતાં કરતાં જ કેવળજ્ઞાનને મેળવી શકે છે. આમાં સ્વરૂપહિંસામાં રત રહેલા ગૃહસ્થને અનુબંધ હિંસામાંથી અટકાવી અનુબંધ અહિંસામાં ઝીલતો કરવા માટે જિનપૂજા છે. જ્યારે સાધુ ભગવંતો સર્વથા હિંસાનો ત્યાગ કરી બેઠા છે. સ્નાન કરાવતી વખતે એમના મનમાં “આ સાવદ્ય છે” “આ હિંસા છે !' આવો ભાવ જ રમવાનો છે. (જવો ભાવ શ્રાવકને મનમાં આવતો નથી.) માટે તેમને ત્યાં અધિકાર નથી. વળી, કુવો ખોદવાના ઉદાહરણથી કદાચ સાધુ ભગવંત પૂજામાં પ્રવૃત્તિ કરે તો તેઓ તો શુદ્ધ હતા તેમાંથી મલિન થઇને પાછાં શુદ્ધ થવું આવી વાત આવે. જે વસ્ત્ર ચોખ્ખું હોય એને મલિન કરીને ચોખ્ખું કરવું આ મૂર્ખની ક્રિયા છે. સુજ્ઞજન ચોખાને ચોખ્ખું જ રાખે છે. માટે સાધુજનો જિનપૂજામાં, આરંભવાળાં ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કરતા નથી. અસ આરંભવાળો ગૃહસ્થ જ ત્યાં પ્રવૃત્તિ કરે છે. હવે, શ્રાવકે પૂજાની વિધિ શું કરવીતે કહેવાશે.શ્રી ચૈત્યવંદન મહાભાષ્ય અનુસારે શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કરતાં પણ પ્રાચીન એવી આચાર્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયેલી બે ગાથામાં જિનદર્શન-વંદન-પૂજનવિધિનો સમાવેશ થાય છે. જે દસ ત્રિકના નામે ઓળખાય છે. જિનપૂજા કરનારે દસેયત્રિકનું પાલન કરવું જરૂરી છે. જ્યારે જિનદર્શન કરનારે યથાયોગ્ય ત્રિકને સાચવવી એ વિધિ છે. ૩ નિસીહી, ૩ પ્રદક્ષિણા, ૩ પ્રણામ, ૩ પ્રકારે પૂજા, ૩ પ્રકારની જેને ભક્તિમાર્ગ...

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106