________________
અવસ્થાની વિચારણા, ૩ દિશાનો ત્યાગ, ૩ વાર ભૂમિ પ્રમાર્જન, વર્ણાદિ ૩, ત્રણ મુદ્રા અને ૩ પ્રણિધાન. | ઋદ્ધિવંત શ્રાવકે (પોતાની ઋદ્ધિ મુજબ) સ્નાન-વસ્ત્રાલંકારોથી સુશોભિત થઇ સકલ પરિવાર સહિત પોતાના વૈભવને ઉચિત વાહન-(વર્તમાનમાં બંધ દ્વારવાળી કાર કે સ્પીડમાં જતાં સ્કુટરને ઉચિત વાહન સમજવાના નથી.) પર બેસી, દિવ્યગીત, ઉત્તમ વાજિંત્રોનાં નાદપૂર્વક અનુકંપાદાન વગેરે વડે શાસનની પ્રભાવના કરતા ઠાઠ-માઠ સાથે જિનમંદિરના દ્વારે જવું.
જિનના દર્શન થતા જ સંભ્રમપૂર્વક નીચે ઉતરે. વાહનનો અને પગરખા વગેરેનો ત્યાગ કરે, તથા પ્રભુનો વિનય સાચવવો રૂપ પાંચ પ્રકારના અભિગમ કરે. (૧) સચિત્ત ત્યાગ : પોતાનાં ઉપભોગ માટે લાવેલી ફલ વગેરે સચિત્ત વસ્તુઓ ત્યાગે. પ્રભુપૂજા માટે તે વસ્તુને ગ્રહણ કરે. (૨) અચિત્તનું ગ્રહણ : પ્રભુપૂજામાં ઉપયોગી ચોખા-નાણું, સોપારી-બદામ વગેરે ગ્રહણ કરી જાય, ખાલી હાથે ન જાય કારણ કે દેવ-ગુરૂ-રાજાના દર્શન ખાલી હાથે ન કરાય. (પોતાના ઉપભોગ માટેના અચિત્તનો ત્યાગ કરતો જાય. આથી દવા વગેરે ખાવાની વસ્તુ લઇને દેરાસરમાં ન જવું એવો વિનય છે.) (૩) મનની એકાગ્રતા રાખે. (૪) ઉત્તરાસંગ ઃ બે બાજુ દશાવાળો અખંડ ખેસ ધારણ કરે. (પૂજા કરતી વખતે તો પહેર્યો જ હોય. દર્શન કરતી વખતે પણ પહેરવો જોઇએ, વિનય છે. (૫) અંજલિઃ મુખ જોતાં જ બે હાથની અંજલિ કરી મસ્તક ઝુકાવે. (આમાં ૪થો, પમો અભિગમ સ્ત્રીને ન હોય. રાજા વગેરેને અન્ય પાંચ અભિગમ છે. (૧) તલવાર (૨) છત્ર (૩) મોજડી (૪) મુગટ (૫) ચામર. આ રાજચિહ્નોનો ત્યાગ કરી પ્રવેશે.
પછી કારની પાસે જઇને બે હાથ જોડીને રોમાંચિત શરીરવાળો પ્રણામત્રિકમાંનો એક અર્ધાવનત પ્રણામ કરે. અર્થાત્ કેડેથી ઝૂકીને પ્રભુને વંદન કરે.
પછી દ્વારમાં પ્રવેશ કરતાં જ ત્રણ વખત 'નિશીહિ નિસાહિનિસીહિ' એવું બોલે. જેનો અર્થ એવો ચિંતવે “હવે હું ઘરસંબંધી કાર્યો નહીં કરું, નિષેધ કરૂં .”
ત્યારબાદ પુનઃ અર્ધાવનત પ્રણામ કે પંચાંગ પ્રણિપાત (ખમાસમણ) રૂપ પ્રણામ કરીને જેમના હાથમાં પૂજાનાં ઉપકરણો છે એવા પરિવારથી પરિવરેલો પ્રભુગુણોના વર્ણનવાળા માંગલિક શ્લોકોને ગંભીર સ્વરે બોલતો હાથથી (યોગમુદ્રા=બે હાથ જોડેલાં મસ્તક ઝુકાવેલું આંગળીઓ એકબીજાના ખાંચામાં યાત્રાઃ ભક્તિથી મુક્તિની આ પ૯ છે