________________
શરીર-વસ્ત્ર શુદ્ધ કર્યા પછી પણ જો અંદરમાં અંતઃકરણની વિશુદ્ધિ ન જ હોય, તો પૂજાનું ફળ જેવી પવિત્ર વસ્તુની પ્રાપ્તિ નથી થતી.
આથી, પૂજા કરતી વખતે મનનાં પરિણામો શુભ રાખવા જોઇએ. એ માટે ભગવાન પરનો અત્યંત બહુમાનભાવ અને જે પૂજાની ક્રિયા કરાઇ રહી છે એના પરનો તીવ્ર અનુરાગ ઉત્પન્ન થવો જોઇએ. ભગવાનની ભક્તિથી મન એવું ભરાઇ જાય, કે ત્યાં બીજા વિચારોનો અવકાશ જ ન રહે. માટે મનમાં શુદ્ધિ રાખવાનો પ્રયત્ન કરવો.
(૪) ભૂમિશુદ્ધિઃ સ્થાન અને વાતાવરણની માણસના મનમાં સારીનરસી અસરો ઊભી થતી હોય છે. માટે, શરીર-વસ્ત્ર અને મન શુદ્ધ થયા પછી સ્થાનની શુદ્ધિ જરૂરી છે. જો સ્થાન પવિત્ર હોય તો મને પણ પવિત્ર બને છે, અને જો સ્થાન અપવિત્ર હોય તો પવિત્ર મન પણ અશુદ્ધ બનતાં વાર નથી લાગતી.
માટે જ શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે જિનાલયો ઉદ્યાનની વચ્ચે રહેતા. ચારે બાજુ મનોહર વાતાવરણની વચ્ચે જિનાલયો રચવામાં આવતા. આ સ્થાન- ભૂમિશુદ્ધિ કહેવાય છે.
(૫) પૂજોપકરણ શુદ્ધિઃ દેરાસરમાં ભગવાનની પૂજા માટે લેવાતી દરેક સામગ્રી શુભ હોવી જોઇએ. અભિષેક જળ, દૂધ, પુષ્પ વગેરે વાસી ન હોય, કેસર-બરાસ કેમીકલવાળા ન હોય, સુખડ ઘસવાનો ઓરસીયો, પૂજાની થાળી, વાટકી, ધૂપ, દીપ, અક્ષત, ફળ, નૈવેદ્ય, જિનપૂજા માટે થાળ, રકાબી, દીવી, ફાનસ..મંગલદીવો, ધૂપદાની, પાટ-પાટલા, ચામર, દર્પણ, ઝાલર વગેરે બધી સામગ્રીઓ ઉત્તમ દ્રવ્યથી નિર્મિત હોય, ખામી વિનાની હોય, લગીરેય ઊતરની કક્ષાની ન હોવી જોઇએ. સફાઇ વગેરે દ્વારા રોજ સ્વચ્છ થવી જોઇએ, ભાંગી ગઇ હોય તો તરત બદલવી જોઇએ. એઠી-જૂઠી, કૂતરા-બિલાડાઉંદરથી બોડેલી, નીચે પડેલી, કોઇપણ કારણે અશુદ્ધ યા અપવિત્ર થયેલી વસ્તુ દેવપૂજામાં વાપરવી ન જોઇએ.
() દ્રવ્યશુદ્ધિ દ્રવ્ય એટલે પૈસો. ન્યાય-નીતિ-પ્રામાણિકતાથી મેળવેલા ધન વડે પૂજા કરવી. અન્યાયથી, વિશ્વાસઘાતથી ઠગીને, બનાવટ કરીને, ચોરી
-
૫૪
જેન ભક્તિમાર્ગ...