Book Title: Yatra Bhaktithi Muktini
Author(s): Tirthbodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 71
________________ પ્રકરણ-૧૨ સાત પ્રકારની શુદ્ધિ છે. वपुश्च वसनं चैव, मनोभूमिस्तथैव च । पूजोपकरणं न्याय्यं, द्रव्यं विधिक्रिया तथा । અંગ-વસન-મન-ભૂમિકા, પૂજોપકરણ સાર / ન્યાયદ્રવ્ય-વિધિશુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર || સાત પ્રકારની શુદ્ધિ યથાવિધિ નિર્મિત જિનાલયમાં યથાવિધિ નિર્મિત જિનબિંબની પ્રતિષ્ઠા કર્યા પછી તે જિનબિંબની પૂજા કરતી વખતે આ સાત શુદ્ધિ જાળવવાની હોય છે. ૧) અંગશુદ્ધિઃ શરીરને સ્વચ્છ કર્યા પછી જ ભગવાનની પૂજા થાય. શરીરને સ્નાન દ્વારા સ્વચ્છ કરવાનું હોય. સ્નાનનો વિધિ આ પ્રમાણે છે. भूमिपेहण-जलछाणणाइ जयणा उ होइ ण्हाणाओ । एतो विसुद्धभावो, अणुहवसिद्धो च्चिय बुहाणं ||११।। શ્રી પૂજા પંચાશકમાં સ્નાનની વિધિમાં અનેક પ્રકારની જયણા રાખવાની કહી છે. (૧) ત્રસ વગેરે જીવોની રક્ષા માટે ભૂમિ-જ્યાં સ્નાન કરવું હોય તે જગ્યા-જોઇ લેવી. (૨) પાણીમાં રહેલાં જીવોની રક્ષા માટે પાણી ગાળેલું વાપરવું. અળગણ પાણીથી સ્નાન નહીં કરવું. (૩) પાણીમાં નાખી વગેરે ન પડે તેનું ધ્યાન રાખવું. આ સિવાય (૪) નીતિ વાક્ય છે, કે સંપૂર્ણ વસ્ત્રરહિત થઇને ક્યારેય સ્નાન ન કરવું. (૫) ખપ પૂરતું જ પાણી વાપરવું. ફુવારા વગેરે માં સ્નાન કરી મોટી હિંસા ન કરવી. (૬) સ્નાનનું પાણી ગટરમાં ન જવા દેતા મોટા થાળમાં ગ્રહણ કરી ખુલ્લામાં-નિર્જીવ ભૂમિ પર પરઠવી દેવું. આ અને આવી વિશેષ જયણાપૂર્વક સ્નાન કરવાનું હોય છે. શરીરમાં જખમમાંથી લોહી-પરૂ નીકળતું હોય તો અંગશુદ્ધિ નથી રહેતી. માટે પૂજા કરવા જવાય નહીં. તથા M.C. પીરીયડ દરમ્યાન આજ કારણે બહેનોએ પણ નિયત સમય સુધી પૂજા કરવા જવાય નહીં. પરોઢ જેન ભક્તિમાર્ગ...

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106