________________
પ્રતિષ્ઠાઓની વિધિ લગભગ સરખી જ હોય છે. પરંતુ ફરક એટલો છે, કે લોકોત્તર પ્રતિષ્ઠા કરતી વખતે કુળપરંપરામાં આવેલાં જે મંત્રો હોય, તેનો ઉપયોગ કરવો જોઇએ. મેઘકુમારદેવ આહ્વાન વગેરે જેટલાં પણ વિધિ વિધાનો થાય, તે બધા કુળપરંપરાથી આવેલાં મંત્રો દ્વારા જ કરવામાં આવે છે. વર્તમાન પ્રચલિત પ્રતિષ્ઠા સબંધી સર્વ વિધિઓ મુખ્યત્વે “કલ્યાણ-કલિકા” નામનાં ગ્રંથમાં સંગ્રહિત થઇ છે તથા તે સિવાય પણ ગુરૂભગવંતોની ગુરુપરંપરાથી અલગ-અલગ વિશેષવિધિ આવેલી હોય છે, તેને અનુસાર આજે પ્રતિષ્ઠા વિધિ આચરાય છે.
આ ષોડશક ગ્રંથમાં પ્રતિષ્ઠાવિધિ પત્યા પછી ૮ દિવસ સુધી સળંગ મહોત્સવ કરવાની વાત આવે છે. આજના કાળે પ્રતિષ્ઠા પૂર્વેના ૮ દિવસોમાં અષ્ટાનિકા મહોત્સવ કરવામાં આવે છે. પ્રતિષ્ઠાના દિવસે શ્રી શાંતિસ્નાત્ર પૂજન અને બીજા દિવસે સત્તરભેદી પૂજા થાય છે.
પ્રતિષ્ઠાનાં બે પ્રકાર છે. ભગવાન ક્યારેય હલે જ નહીં, એ રીતે ઉચિત દ્રવ્યોથી સ્થાપવા, તેને સ્થિર પ્રતિષ્ઠા કહે છે. ધાતુના ભગવાન જે નાના હોય, જેનું સ્નાત્ર વગેરે પૂજામાં પ્રયોજન હોય એવા પંચતીર્થી, ચોવીશી ભગવાનની પ્રતિમાની ચલપ્રતિષ્ઠા કરવામાં આવે છે. એ પ્રતિમાઓની પ્રતિષ્ઠા થતી નથી, માત્ર પ્રવેશ થાય છે. જે અમુક કાળ માટે જ સ્થિર કરવામાં આવે પછી ત્યાંથી ઉત્થાપવામાં આવે, એ ચલ પ્રતિષ્ઠા છે. પ્રતિષ્ઠા થયા પછી પણ તેમને હલાવી શકાય છે. તેમ અમુક રથયાત્રા-તીર્થયાત્રાદિમાં જે મોટા પાષાણના પ્રતિમાજી લઇ જવાના હોય છે, તેમની પણ ચલપ્રતિષ્ઠા કરવાની હોય છે.
ભગવાનની પ્રતિષ્ઠા વખતે જે શુભભાવ આત્મામાં પ્રગટે છે. એ કેવો છે ? (૧) નિરપાય - વિનનાશક છે. (૨) આત્માની ચૈતન્ય શક્તિરૂપ છે. (૩) ખરેખરૂં મનન અને રક્ષણ કરવાનાં ગુણવાળો છે. માટે મંત્રરાજ છે. (૪) આનંદ સ્વરૂપ છે. (૫) બ્રહ્મ સ્વરૂપ છે. (૬) વારંવાર ચિંતન કરવા યોગ્ય છે. (૭) તત્ત્વજ્ઞાનના સારરૂપ છે.
પ્રતિષ્ઠા વખતે આવો જે ભાવ થયો હોય છે તેને ઉત્તરોત્તર વધારવા પ્રયત્નશીલ રહેવું જોઈએ.
યાત્રા ભક્તિથી મુક્તિની
મ પ ોરી