________________
છેલ્લા થોડાક વર્ષથી પાંચેય કલ્યાણકોને નાટ્યાત્મક રીતે લોકભોગ્ય રીતે ઊજવવાની શરૂઆત થઇ છે. ત્યારે પ્રાત:કાળે તે-તે કલ્યાણકોના વિધિ વિધાન થાય છે, અને વિશાળ મંડપમાં તે-તે કલ્યાણકોની ઉજવણી રજૂ કરવામાં આવે છે. તે પણ જિનભક્તિનો જ પ્રકાર છે. અનેક ભવ્યજીવોને તરવાનું મોટું આલંબન છે.
અંજનશલાકાને પ્રાણપ્રતિષ્ઠા પણ કહે છે અને ભગવાનની મંદિરમાં સ્થાપનાને પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. આ અંજનશલાકા-પ્રતિષ્ઠાનું વિધાન બહુ અસરકારક છે. આચાર્ય ભગવંતો એ વખતે પોતાને વીતરાગતુલ્ય ગણે છે, અને પોતાનો તે ભાવ મૂર્તિમાં આરોપે છે. અમુક મતે આચાર્ય પોતાની સૂરિમંત્રની માંત્રિક ઊર્જા પણ આરોપતા હોય છે, જેથી મૂર્તિ પ્રભાવશાળી બને છે. આ જ કારણે, આ વિધાન થયા પછી આચાર્ય ભગવંત શરીરમાંથી શક્તિનો થોડો હ્રાસ અનુભવે છે. જે શક્તિ જાપ-આહાર વગેરે દ્વારા લગભગ છ મહિને પર્યાપ્ત માત્રામાં પાછી આવી જાય છે. (આથી એક પ્રતિષ્ઠા કર્યા પછી ૬ મહિના સુધી બીજી પ્રતિષ્ઠા ન કરવી, એ આચાર્ય મહારાજના આયુષ્ય પર ઘાત અટકાવવા ખૂબ જરૂરી છે. આવું કોઇનું મંતવ્ય છે.) એક પ્રવાદ મુજબ શ્રી વિદ્યામંડનસૂરીશ્વરજી આદિએ જ્યારે શત્રુંજય તીર્થાધિરાજના વર્તમાન શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરી, ત્યારે પ્રભુએ ૭ વખત શ્વાસોચ્છવાસ લીધા હતા.
શંકા (પૂર્વકાળે પ્રતિષ્ઠાકારક શ્રાવકો દ્વારા અને વર્તમાનકાળે આચાર્ય ભગવંતો દ્વારા કરવામાં આવતી) આ પ્રતિષ્ઠા હકીકતમાં છે શું ? બે વિકલ્પો બતાવીએ-૧) શું મુખ્ય દેવ કે જે મોક્ષમાં છે, તેમનું સન્નિધાન કરવામાં આવે છે ? તે તો શક્ય જ નથી. કારણકે જે મોક્ષમાં જ ગયા છે, તેમને મન્નાદિ સંસ્કારો દ્વારા અહીં લાવવા-બોલાવવાનું શક્ય નથી. ૨) એ પ્રતિષ્ઠાથી શું મોક્ષમાં રહેલા ભગવાનના કોઇ ભક્ત એવા દેવતાનું સંનિધાન કરવામાં આવે છે ? તે પણ શક્ય નથી. કારણકે સંસારમાં રહેલાં કોઇપણ દેવ અમુક સંસ્કારો વડે કાયમ સંનિધાન પામે જ છે, એવું નથી હોતું. ક્યારેક એવા દેવનું સંવિધાન થતું હોય, તો એને કાયમ પ્રતિષ્ઠાનું ફળ ન માનવું જોઇએ. આથી બન્નેમાંથી એકેયની પ્રતિષ્ઠા જો ઘટતી ન હોય, તો આ પ્રતિષ્ઠા હકીકતમાં છે કોની ?
યાત્રા ભક્તિથી મુક્તિની
૪૯
2