________________
બતાવાય છે, જે યોગ્ય પણ નથી, અને શોભાસ્પદ પણ નથી.
પ્રભુપ્રતિમાઓનો આજનો જે આકાર છે, તે પ્રમાણે ભગવાનની છાતી ખૂબ ચપટી બતાવાય છે, જે ઉચિત નથી. એક પણ પ્રાચીન પ્રતિમાઓ આવી ચપટી છાતીવાળી હોતી નથી. વિશાળ ખુલ્લી પહોળી ટટ્ટાર છાતી એ સાધનાની તત્પરતા અને ઉપસર્ગો વચ્ચે અચલતાની સૂચિકા છે. તેથી મૂર્તિનિર્માણમાં આ અંશ ધ્યાનમાં લેવા જેવો છે.
પ્રતિમા અતિશય હૃષ્ટપુષ્ટ ન હોવી જોઇએ તેમજ અતિકૃશ પણ ન હોવી જોઇએ. અતિપાતળી-કૃશકાય, જેનાં ગાલ બેસી ગયા હોય, હાથ પેટ પ્રમાણ કરતાં વધુ કૃશ હોય, તો ભાવના૨-સ્થાપના કરનાર શ્રી સંઘની ક્યારેય પ્રગતિ થતી નથી.
મૂર્તિ બનાવનારની પ્રસન્નતા અને પવિત્રતા જળવાય, એમ જે સ્થળમાં પ્રતિમા રચાતી હોય, એ સ્થળની પણ પવિત્રતા સચવાવી જોઇએ. શાંત પક્ષીઓના કલરવવાળું, ધીમું કુદરતી સંગીત ચાલતું હોય, ધૂપધાણાંની સુગંધ હોય એવે સમયે અખંડ દીપક પ્રગટાવીને પ્રતિમા ઘડવી.
યાત્રાઃ ભક્તિથી મુક્તિની
૪૭
અં