________________
અપરાજિત પૃચ્છામાં તથા માનસાર વગેરે ગ્રંથોમાં પ્રભુની પ્રતિમાને શી રીતે બનાવવી એનું વર્ણન છે.
પ્રતિમાઓ પદ્માસનમાં, અર્ધપદ્માસનમાં અથવા કાયોત્સર્ગ મુદ્રામાં હોય છે. ક્યારેક પરિકર સહિત હોય છે. ક્યારેક પરિકર રહિત હોય છે. પ્રવાદ પ્રમાણે સપરિકર પ્રતિમાઓ અરિહંતની કહેવાય છે, અને પરિક૨ વિનાની પ્રતિમાઓ સિદ્ધ ભગવંતની કહેવાય છે.
પરિકર બનાવવા પાછળ ખૂબ મહેનત-જહેમત ઊઠાવી કલાનો કસબ ઠાલવતા હોય છે. ખૂબ ઝીણી અને સુરમ્ય કો૨ણી કરવામાં આવે છે. પ્રાચીન જિનપ્રતિમાઓ જેટલી નયનાભિરામ હોય છે, એટલાં જ સૌંદર્યવાળા એમનાં પરિકરો પણ હોય છે.
જિનબિંબ અંગે કિંચિત્
બજારમાં તૈયાર મળતી મૂર્તિ ખરીદવાને બદલે આપણે ત્યાં શિલ્પીને બોલાવી ઘડાવવી જોઇએ. તૈયાર મૂર્તિ ઘણીવાર ખંડિત, ડાઘવાળી, કુલક્ષણયુક્ત હોય છે જેને શિલ્પી સાંધીને, ભરીને ઉપરથી કલ૨ ક૨ીને વેંચી દે છે. માટે અખંડ પાષાણ લાવી નજર સામે જ મૂર્તિ ઘડાવવી.
ભગવાનની પ્રતિમા પ્રમાણયુક્ત જોઇએ. ભગવાન પદ્માસનમાં બિરાજીત હોય તો ડાબા પગથી જમણા ખભા સુધીનું, જમણા પગથી ડાબા ખભા સુધીનું, અને પંજાના અગ્રભાગથી મસ્તકના મધ્યભાગ સુધીનું, આ ત્રણેય પ્રમાણ એક સરખા થવા જોઇએ.
પ્રતિમાના મસ્તકની વચ્ચે આજે ઉપસેલો ભાગ રખાય છે, જે શોભાસ્પદ નથી. ભગવાનના મસ્તક પર શિખા હોય. એ શિખાનો આકાર અલગ પ્રકારનો હોય છે, પરંતુ અત્યારે બનાવાતો આકાર શિખા જેવો પણ નથી, અને શોભામાં વધારો નહીં ઉલટું ઘટાડો કરે છે.
ભગવાનનાં વક્ષસ્થળ ૫૨ મધ્યભાગમાં શ્રીવત્સનું ચિહ્ન કરાય છે. હકીકતમાં શ્રીવત્સ એ એક મત પ્રમાણે વાળનો-રૂંવાટીનો એવો પ્રશસ્ત આકા૨ છે. તે કોઇ મણિ નથી. આથી આજે બનાવાતી પ્રતિમાઓમાં તે ભાગ ઉપસેલો
૪૬);
જૈન ભક્તિમાર્ગ...