________________
કારણ કે એનાથી ઉલટું-વિપરીત ફળ મળતું હોય છે. બિમ્બના નિમિત્તે જેટજેટલા શુભભાવો થાય, એ બધા બિમ્બના નિમિત્તે થવાથી ભગવાનની ભક્તિરૂપ છે, તો બિમ્બના નિમિત્તને પામીને જેટલી અપ્રીતિ-અસમાધિ થાય, તે ભગવાન પરની અપ્રીતિરૂપ હોવાથી ભગવાનની આશાતનારૂપ છે. તેથી આ ન કરવી જોઇએ.
૨) જિનબિંબ બનાવનાર શિલ્પી ક્યારેક બાલ ક્યારેક યુવાન તો ક્યારેક પ્રૌઢ અવસ્થાવાળો હોય છે. તેમાં મૂર્તિ કરાવનાર-ભરાવનારે જો બાલ શિલ્પી હોય તો ભગવાનનું બાલરૂપ વિચારી, ભગવાનની જ ભક્તિ કરતા હોય એવા મનોરથોથી રમકડાં-મીઠાઇ વગેરે આપીને બાલશિલ્પીની ભક્તિ કરવી. આ રીતે ભગવાનની તે-તે અવસ્થાની કલ્પના કરી તેની ભક્તિ કરતા હોય, એમ શિલ્પીની ભક્તિ કરવી. આ રીતે પ્રસન્ન કરેલો શિલ્પી પોતાના ભાવોને પ્રસન્નતાથી પ્રતિમામાં અવતારી શકે છે. કલાની કદરદાનીથી કલાકાર પ્રસન્ન થાય છે.
( ૩) ભાવથી શુદ્ધ થયેલા ન્યાયાર્જિત ધન વડે બિંબ કરાવવું જોઇએ. તેમાં ધન તો ન્યાયથી કમાયેલું જ હોય છે. પરંતુ, તેમાં કદાચકોઇકનું અણહકનું આવી ગયું હોય, તો “મારે અણહકનું ધન જે અહીં કદાચ વપરાયું હોય, તો તે ધનથી ઉત્પન્ન થયેલું પુણ્ય તેના માલિકને મળો.” આવા શુદ્ધ આશયથી જે ધન પ્રતિમામાં વપરાય, તે અન્યાયથી મિશ્રિત બનતું નથી.
૪) જિનબિંબ બનાવવાનું હોય, તેની ઉપર મંત્ર-ન્યાસ કરવો. અર્થાત્ ૐકાર, નમઃ પદ, પછી જે તે ભગવાનનું નામ આ રીતે મંત્રની સ્થાપના કરવી. જેમકે-ઋષભદેવ પ્રભુનું બિંબ હોય, તો “ૐ નમઃ ઋષભાય” (કેટલાક ના મતે “3% ઋષભાય નમઃ”) આ રીતે મંત્રનો ન્યાસ કરવો.
) ૧) આગમાનુસારિતા (આગમમાં બતાવેલ માર્ગને અનુસરવાપણું) ૨) આગમધારકો પર ભક્તિ-બહુમાન-સેવા-વિનય અને ૩) સર્વ પ્રવૃત્તિઓમાં આગમનું વારંવાર બહુમાનપૂર્વકનું સ્મરણ-આ ત્રણ વિશેષતાઓથી વિશુદ્ધ આશય સાથે જિનબિંબ કરાવવાથી શુદ્ધ લાભ મળે છે.
(૭) નિદાન (નિયાણા-આલોક-પરલોક માટેની ભોગસામગ્રીની તીવ્ર
૪૪
જેન ભક્તિમાર્ગ...