________________
પ્રકરણ-૧૦
( જિનપ્રતિમા નિર્માણ
સર્વ સિદ્ધાંતોક્ત વિધિનાં સંગ્રહ રૂપ ૭મા ષોડશકમાં પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જિન-બિંબ નિર્માણની વિધિ આ રીતે જણાવે છે.
જિનાલય નિર્માણ થયા પછી તે ભવન અનાયક-નાયક વિનાનું ન રખાય. આથી તેને જલ્દીથી સાધિષ્ઠાન=અધિષ્ઠાયક-નાયક સહિતનું કરવું જોઇએ. અને જ્યાં સુધી (સારા મુહૂર્તાદિના અભાવમાં) જિનબિંબોનો પ્રવેશ ચિત્યાલયમાં ન કરાય, ત્યાં સુધી શ્રીફળ આદિ રાખવા રૂપે મુખ્ય ગભારો ભરી રાખવો જોઇએ, પરંતુ ખાલી ન રાખવો જોઇએ.
બનાવેલા જિનાલયમાં ભગવાનનો પ્રવેશ કરાવી શુભ મુહૂર્તમાં, જે આગળ જોવાશે, અંજનશલાકા, પ્રતિષ્ઠાદિ મહાવિધાનપૂર્વક ગભારામાં ભગવાનની સ્થાપના કરવી જોઇએ, જેથી સાધિષ્ઠાન એવું ભવન પુણ્યની વૃદ્ધિ કરનારું બને. જિનબિંબ જિનાલય દ્વારા બંધાયેલાં પુણ્યને વધારનારું બને.
આ માટે સૌ પ્રથમ જિનબિંબ જોઇએ. અને જિનબિંબ પ્રાયઃ કરીને પાષાણમાંથી બનાવાય છે. આથી જિનબિંબ નિર્માણકાર્ય સોમપૂરા શિલ્પીઓને સોંપવામાં આવે છે.
૧) જે શિલ્પીને કામ સોંપવું હોય, તેનો શુભમુહૂર્ત ભોજન-પહેરામણીતાંબૂલાદિ દ્વારા પૂજા-સત્કાર કરી પોતાના વૈભવ મુજબ ધન સોંપી, નિર્માણનું કાર્ય શરૂ કરાવવું.
જો શિલ્પી વ્યસનવાળો હોય. તો એને પહેરામણી વગેરે પહેલેથી ન આપવા, પરંતુ, પહેલેથી ઉચિત મૂલ્ય ઠરાવી યોગ્ય સમયે દૈનિક કે માસિક વેતન આપતા રહેવું, કારણકે વ્યસની વારેવારે મૂડી ખોઇ બેસે, એટલે વારેવારે માંગ્યા કરે, ત્યારે શેઠને એમ થાય, કે “મેં આને ક્યાં કામ આપ્યું ?” અને સામે શિલ્પીને એ ઠપકો આપે. તેથી શિલ્પી પણ મનદુઃખ પામે. આમ બન્નેના મન ખારા થઇ જાય અને શુભકાર્યમાં મનનો આવો ખેદ નિષિદ્ધ કરાયો છે,
યાત્રા ભક્તિથી મુક્તિની
૪૩
સ્ટ