________________
પૈસા મોજશોખમાં, વાહવાહમાં, લગ્નપ્રસંગોમાં, હરવા-ફરવામાં વપરાય, અથવા સંસારના કાર્યોમાં વપરાય, એના કરતા તો આવા ધર્મકાર્યોમાં વપરાય, એ પરંપરાએ આરંભમાંથી અટકાવી, મોક્ષની પ્રાપ્તિ કરાવનારા બને છે.
મંદિરોના જીર્ણોદ્ધાર વખતે એની કલાકારીગરીને નુકસાન ન થાય, એ વિચારવું, ચૂનાના લપેડા લગાવવાથી શિલ્પ ઢંકાઇ જાય છે. બીજી બાજુ શિલ્પી-વર્ગને પણ શિલ્પોનું સંપૂર્ણ જ્ઞાન આપવાની વધુ જરૂરિયાત છે.
જિનમંદિરનું નિર્માણ શુદ્ધ ધનદ્રવ્ય, શુદ્ધ પાષાણદ્રવ્ય અને શુદ્ધ ભાવપૂર્વક શિલ્પની સંપૂર્ણ મર્યાદાને અનુસરીને થવું જોઇએ. નાનકડી પાયામાં થતી ભૂલ આગળ વધતા મોટી બને છે, અને શ્રી સંઘને નુકશાનકર્તા બને છે. મંત્રી યશોધરે આબુમાં વસ્તુપાલ-તેજપાલ નિર્મિત જિનાલયમાં ૧૦ ભૂલો શોધી હતી જેના કારણે જિનાલય ખૂબ જલ્દી ધ્વસ્ત થયું અને પ્રભાવ એટલો ન વધ્યો, કુલપરંપરા પણ અટકી ગઈ...
જૈન ભક્તિમાર્ગ..